હોમિયોપેથીના ઉપયોગથી બાળકને ગંભીર રોગોમાંથી બચાવી શકાય છે
એકલા અમેરિકામાં જ એક મિલિયનથી વધુ બાળકો હોમિયોપેથીનો ઉપયોગ કરે છે. ભારતમાં, 10 કરોડથી વધુ લોકોની સારવાર હોમિયોપેથીથી થાય છે જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. હકીકત એ છે કે ઈન્ફેન્ટાઈલ કોલિક, ઈઝી ડેન્ટીશન, ડેન્ટીશન ડાયેરિયા, બ્રેધ હોલ્ડિંગ સ્પેલ્સ અને અન્ય એવી બાળકોમાં થતી સમસ્યાઓની સારવાર માટેનું તે સલાહભર્યુ સ્વરૂપ છે. તે રોગ પ્રતિકાર શક્તિ વિકસાવે છે અને એથી બાળપણ હોમિયોપેથી લેવાનું શરૂ કરવા માટેનો સૌથી સારો સમય છે. હોમિયોપેથી બાળકોનાં સંવેદનાત્મક અને મનોવૈજ્ઞાનિક વિકાસ માટે પણ ખૂબ સારૂં કામ કરે છે.
એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી)- આપણે સૌ બાળકોમાં વલણાત્મક સમસ્યાઓ વિશે જાણીએ છીએ અને કેટલાક બાળકોમાં તે સામાન્ય સ્વરૂપે હોય છે જ્યારે અન્ય કેટલાક બાળકોમાં તેમના ખરાબ વર્તણૂંક પાછળ સાયકોલોજિકલ સમસ્યાના ઊંડા મૂળ રહેલા હોય છે.
કન્વેન્શનલ મેડીસીન અનુસાર, જે બાળકો અત્યંત શાંત અને લિસ્ટલેસ કે પછી અત્યંત હાયપર એક્ટિવ હોય છે એ તમામ એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી)ના વ્યાપમાં સામેલ હોય છે. હકીકત એ છે કે અમેરિકામાં બે મિલિયનથી વધુ બાળકો હાલ એડીએચડી માટે સારવાર લે છે, જે દર 30 બાળકોમાંથી એકમાં જોવા મળે છે. કન્વેન્શલ મેડીસીનમાં તોફાની બાળકોને તેમની હાયપરએક્ટિવ સ્થિતિને શાંત કરવા માટે સ્ટિમ્યુલન્ટ્સ અપાય છે.
એ રસપ્રદ છે કે કન્વેન્શલ મેડિકેશનનો ઉપયોગ એડીએચડીમાં થાય છે તે પણ ક્યાંકને ક્યાંક હોમિયોપેથીના સિદ્ધાંત ‘લાઈક ક્યોર્સ લાઈક’ પર આધારિત છે કે જેમાં સ્ટિમ્યુલન્ટ મિથાઈલફેનીડેટ ‘રેસ્ટલેસ’ એડીએચડી બાળકોને આપવામાં આવે છે કે જેથી તેમની ‘વન્ડરીંગ’ હાયપરએક્ટીવ સ્થિતિને શાંત કરવા અપાય છે.
હોમિયોપેથીમાં જો કે ડોક્ટરો રેસ્ટલેસનેસને એક સામાન્ય લક્ષણ માને છે જે બાળકના અનોખા સ્વભાવ, ટેમ્પરામેન્ટ, ગમા-અણગમા સાથે જોડાયેલ છે કેમકે હોમિયોપેથી હાયપરએક્ટિવ બાળકો માટે ડઝનથી વધુ ઉપચારો ધરાવે છે. માત્ર નજીકનો ઉપચાર કે જે ચોક્કસ એડીએચડી બાળકને લાગુ પડી શકે તે એ બાળકમાં પરિવર્તન લાવી શકે એ છે અને અહીં હોમિયોપેથી કન્વેન્શલ મેડિસીનથી અલગ પડે છે કે જ્યાં એક જ દવા તમામ માટે વપરાય છે.
બ્રીધ હોલ્ડિંગ સ્પેલ્સઃ બાળકો કે જેઓ 6 મહિના અને પાંચ વર્ષની વયના હોય છે તેઓ ક્યારે નાની ખેંચ આવવાની સમસ્યા અનુભવે છે જેને બ્રીધ હોલ્ડિંગ સ્પેલ્સ કહે છે. મોટાભાગના વાલીઓ માટે ચિંતાજનક આ સ્પેલ્સ ગુસ્સા, ખૂબ જ લાગણીની સ્થિતિ, ફ્રસ્ટ્રેશન કે ખૂબ જ પીડાની સ્થિતિના લીધે થાય છે. વાલીઓએ સમજવા જેવી એક વાત એ છે કે બ્રીધ હોલ્ડિંગ સ્પેલ્સ અસ્વૈચ્છિક પ્રતિક્રિયા છે.
આ એપિસોડ્સ સામાન્ય રીતે મિનિટથી ઓછા સમય માટે (જે પણ વાલીઓ માટે અત્યંત કપરી સ્થિતિ સર્જે છે) હોય છે અને તેના પછી બાળક ફરી ભાનમાં આવે છે અને સામાન્ય રીતે શ્વાસ લે છે. એવું જોવા મળ્યું છે કે હોમિયોપેથી આવા સ્પેલ્સ અનુભવતા બાળકો માટે યોગ્ય રીતે ઉપયોગી થઈ શકે છે.ઈગ્નેશિયા અમારા હોમિયોપેથીનો સૌથી સલાહભર્યો ઉપચાર છે જે શ્વાસની તકલીફ સર્જતા બિહેવિયરલ ડિસઓર્ડર્સની સારવાર માટે છે. જો કે તમામ બાળકો સંબંધિત બીમારીઓ માટે તમારે ડોક્ટરને મળીને સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા બાળકને યોગ્ય સારવાર મળી રહી છે.
હોમિયોપેથી અને શારીરિક વિકાસ
ઈન્ફેન્ટાઈલ એક્ઝિમા કે એટોપિક ડર્મેટાઈટીસ (એડી) -એક્ઝિમા તમામ વયના લોકોને અને જાતિઓને અસર કરે છે જો કે ઈન્ફેન્ટાઈલ એક્ઝિમા કે એટોપિક ડર્મેટાઈટીસ (એડી) બાળકોમાંનો સૌથી સામાન્ય સ્કીનનો રોગ છે. અભ્યાસ દર્શાવે છે કે 85 ટકા લોકો એક્ઝિમા પાંચ વર્ષથી નાની વયથી અનુભવે છે. કેટલાક નાના ચાંભાથી લઈને શરીરના મોટાભાગના હિસ્સા પર ત્વચાની સ્થિતિ ગંભીર બની શકે છે અને ઘણીવાર આખા શરીર પર ફેલાય છે.
નવજાત શિશુઓમાં એક્ઝિમા ચહેરા, ડાયપર એરિયામાં, ગોઠણના આગળના ભાગે અને કોણીના પાછળના ભાગે જોવા મળે છે. તે ઘણીવાર પ્રથમ તો ત્વચાના ફોલ્ડ પર જોવા મળે છે જેમકે ગોઠણના પાછળના ભાગે અને કોણીના આગળના ભાગે પણ હોઈ શકે છે. પ્રેગનન્સી દરમિયાન તણાવ, કામકાજનું વધુ ભારણ નવજાત શિશુઓમાં મોટી અસર કરે છે અને એલર્જી સ્વરૂપે તે જોવા મળે છે, વારંવાર કફ અને શરદી થાય છે અને ઉછેરમાં સમસ્યા થાય છે. હોમિયોપેથીક દવાઓ ઘણીવાર માત્ર દર્દીના ભૂતકાળ કે પરિવારના ઈતિહાસ પરથી પ્રિસ્ક્રાઈબ્ડ કરાતી નથી પરંતુ તે માતાની ગર્ભાવસ્થા દરમિયાનની સંવેદનાત્મક પ્રતિક્રિયાઓના આધારે પણ અપાય છે.
બાળપણમાં અસ્થમા સ્કૂલમાં ગેરહાજરી માટેનું એક સામાન્ય કારણ અસ્થમા છે જેના કારણે અંદાજે 14 મિલિયન શાળાકીય દિવસો બરબાદ થાય છે અને તેના માટે 3 મિલિયન ડોક્ટર સાથેની મુલાકાતો થાય છે તથા બે મિલિયન હોસ્પિટલાઈઝેશન દર વર્ષે થાય છે. બાળકોને અસ્થમા સાથે કફ અને શ્વાસની તકલીફ અનુભવે છે અને તેમને છાતીમાં ભીંસનો તથા શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થાય છે. સંશોધન દર્શાવે છે કે વાયરસ બેક્ટેરિયાના પ્રમાણમાં આ સમસ્યા વધારવામાં વધુ ભાગ ભજવે છે.
મોટાભાગના વાલીઓ માને છે કે બાળકો કે જેમને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી તેઓને અસ્થમા નથી કેમકે આ એક લક્ષણ એવું છે કે જે ઘણીવાર જોવા મળે છે અને કફ કે કોઈ શારીરિક પ્રવૃતિ વખતે જોવા મળે છે. બાળકો કે જેમને આ રોગ એર પેસેજીસ, રિકરન્ટ બ્રોન્કાઈટીસ કે એલર્જિક બ્રોન્કાઈટીસના લીધે થાય છે તેઓને અસ્થમાની શક્યતા રહે છે અથવા અસ્થમા જેવા લક્ષણો જોવા મળી શકે છે.
શ્વસનમાં ચેપ જેમકે ફ્લુ સહિતના રોગોમાં પણ તેઓમાં અસ્થમાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. હોમિયોપેથી અસ્થમાથી પીડાતા બાળકોનો ઉપચાર કરે છે. તેમાં એટેક દરમિયાનના લક્ષણોની તપાસ જ નથી કરતું પણ શારીરિક, માનસિક અને લાગણીશીલ સ્તરે થતા ફેરફારો અને વિવિધતાની પણ તપાસ કરે છે. આનાથી બાળકનું સ્વાસ્થ્ય અને સ્વસ્થતા બદલે છે તે નક્કી થઈ શકે છે. હોમિયોપેથીમાં વારસાગત પરિબળો અને પર્યાવરણની અસરોને પણ તપાસવામાં આવે છે, જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને બીમારીના મૂળનો ઉપચાર કરીને વધારાય છે, માત્ર લક્ષણો કે નિદાન પર આધારિત રહીને નહીં.
છેલ્લા 30 વર્ષમાં, ડો. બત્રાઝ દ્વારા 12 વર્ષથી ઓછી વયના 40000 બાળકો સહિત 15 લાખથી વધુ દર્દીઓનો બેઝ સ્થાપિત કરાયો છે. તેમાંના 93 ટકા દર્દીઓએ હોમિયોપેથી સારવારથી સારા પરિણામો વાળ, ત્વચા, શ્વસન, એલર્જી, નબળી રોગપ્રતિકારક શક્તિ, અસ્થમા સહિતની બીમારીઓમાં મેળવ્યા છે.
ડો. બત્રાઝ ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક અને પદ્મશ્રી વિજેતા ડો. મુકેશ બત્રાએ હોમિયોપેથીની કાર્યક્ષમતા અંગે કહ્યું હતું, ‘બાળકો અમને કેન્ડી ડોક્ટર્સ કહે છે કેમકે મોટાભાગના બાળપણના રોગોનો ઈલાજ મીઠી ગોળીઓ સાથે થાય છે.
મારી 45 વર્ષની પ્રેક્ટિસમાં, અસંખ્ય બાળકોને વિવિધ બીમારીઓથી ગ્રસ્ત જોયા છે અને તે માટે હોમિયોપેથીમાં અસરકારક, સુરક્ષિત અને કુદરતી ઉપચારો સામેલ છે. ભારતમાં મોટાભાગના બાળકો સંબંધિત બીમારીઓ નબળી પ્રતિકારક શક્તિના કારણે થાય છે. હોમિયોપેથી મૂળથી સારવાર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.’
ડો. બત્રાઝનું એક નવીનતમ ઈનોવેશન હોમિયોપેથીક સારવારમાં જેનેટિક્સના ઉપયોગનું છે. આ ખાસ કરીને બાળકોને ત્યારે મદદ કરે છે જ્યારે એલર્જી, અસ્થમા, ત્વચાની બીમારી તેમજ પોષણલક્ષી ઉણપો કે જેનાથી ઉછેરમાં સમસ્યા થાય છે એવી વારસાગત હોઈ શકતી બીમારીઓ વિશે સુરક્ષિત અને સચોટ રીતે નિદાન કરાય છે. જેનેટિક ટેસ્ટ કે જે ડો. બત્રાઝ જીનો હોમિયોપેથીમાં થાય છે તે સરળ અને પીડારહિત સલિવા (લાળ) ટેસ્ટ છે કે જેમાં વર્ષો અગાઉ પણ રોગ દેખાયો હોય તો પણ બીમારીની ગંભીરતાનો ખ્યાલ આવી શકે છે.