હોમિયોપેેથિક સારવાર વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે
હોમિયોપેથિક સારવાર રોગને જડમૂળથી નાબૂદ કરે છે, હોમિયોપેથિકમાં વિવિધ રોગ મટાડવાની ૪૬૦૦થી વધુ દવા છે, આજ સુધી એકપણ દવાથી આડઅસર થઈ નથી
આજકાલ મેડીકલ સાયન્સ એટલુ બધુ મહત્ત્વનુૃં બની ગયુ છે કે માનવ શરીરમાં ઉત્પન્ન થતી તમામ બિમારીઓનો ઈલાજ શક્ય બની ગયો છે. જેને કારણે મનુષ્યનુૃ આયુષ્ય પણ વધી ગયુ છે. જાે કે આ એલોપથી ઈલાજ સૌથી વધારે ચાલે છે. કારણ કે એનાથી તરત જ રાહત મળી જાય છે. અને તરત મટી પણ જાય છે.
જાે કે વધુ પડતી દવાઓની આડઅસર પણ ઘણી બધી થતી હોય છે. જેના માઠા પરિણામો આજે લોકો ભોગવી રહ્યા છે. જાે કે અત્યારે આધુનિક યુગમાં આયુર્વેદ અને હોમિયોપેથી દવા આ બે પધ્ધતિઓ વધારે લોકપ્રિય બની ગઈ છે. અને લોકો તેને અપનાવતા પણ થઈ રહ્યા છે. કારણ કેેે આ બંન્ને નિર્દોશ ઈલાજ છે જેની કોઈપણ જાતની આડઅસર થતી નથી. હા, એની અસર થોડો લાંબાગાળે જરૂર થાય છે. પણ અસર ચોક્કસપણે થાય છે.
૧૦ એપ્રિલનો દિવસ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વભરમાં તેની ઉજવણી થાય છે. આજે હોમિયોપેથીનુૃં મહત્ત્વ દિવસેને દિવસે વધતુ જાય છે. ત્યારે શુૃ છે હોમિયોપેથીનુૃ વિજ્ઞાન શુ છે? એના ફાયદા વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએે. ૧૭મી સદીની વાત છે
એ વખતે દર્દીઓનેે અત્યંત પીડાદાયક અને અમાનવીય સારવાર અપાતી હતી. એ સમયમાં ઉગ્ર, જલદ, ઔષધિઓના લીધે થતી આડઅસરપણ ઘણી થતી હતી. આ અસર અટકાવવા માટે જર્મીનીના ડો.સેમ્યુઅલ હેનિમેને ૧૭૯૬માં હોમિયોપેથીક ચિકિત્સાની શોધ કરી હતી. તેઓ તે સમયના જાણીતા એમ.ડી.ચિકિત્સક હતા.
અને પોતે ૧૪ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. જેથી વિવિધ ભાષામાં ભાષાંતર કરવું જે તત્ત્વ (પદાર્થ) તંદેુરસ્ત વ્યક્તિમાં અમુક માત્રામાં લેવાથી, જે લક્ષણો ઉત્પન્ન થાય છે. તેમની સારવાર ખુબ જ સચોટ, વૈજ્ઞાનિક નીતિ, નિયમો અને કુદરતના સિધ્ધાંતોને આધારીતે સંપૂર્ણ સલામત, નિરમય ચિકિત્સા સારવાર ગણાય છે.
રપ૦ વર્ષ પહેલાંની ચિકિત્સા પધ્ધતિમાં દરેક રોગનો ઈલાજ છે. સારવારથી રોગને નાબુદ કરવાની ક્ષમતા છે. આજે વિશ્વમાં હોમિયોપેથીક દવાઓનો સવિશેષપણેે પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે. અને હવે લોકો પણ સારવાર સ્વીકારી રહ્યા હોવાથી હોમિયોપેથી સારવારના હશે એવુૃં કહેવુૃં અતિશયોક્તિભર્યુ નથી. ડો.હેનીમેને લખ્યુ છે કે સાચી સારવાર દ્વારા સમાજનેે ઉપયોગી બની. તેના માટેની સાચી ઉચિત ઉજવણી હશે.
હોમિયોપેથીમાં વિવિધ રોગ મટાડવાની ૪૬૦૦થી વધુ દવા છે અને આજ સુધી એકપણ વાથી આડઅસર નથી થઈ કે સરકાર કોઈ દવા પર પ્રતિબંધ નથી મુક્યો. દવાની ફળદ્રુપતા અને સચોટતા પૂરવાર કરે છે. આવા સમયમાં એક વૈદ્યકીય પુસ્તકના ભાષાંતર દરમ્યાન તેમનેે અવલોકનમાં આવ્યુ છે કે
‘સીન્કટ્રોના ઓફના વૃક્ષની છાલનો રસ, તંદુરસ્તમાનવ દ્વારા લેવામાં આવે તો, ખુબ જ ઠંડી લાગવાની સાથે શરીરનું તાપમાન વધવાથી તાવ આવે છે અને પરસેવો થયા બાદ, તાવ ઉતરી જાય છે. આ સામાન્ય પ્રાયોગિક અવલોકન અને નિરીક્ષણના અંતે ડો.સેમ્યુઅલ હનેમનેે અનેક વનસ્પતિઓ,
વિવિધ ખનિજ તત્વો અનેે રાસાયણિક ક્ષારોનો ઉપયોગ સ્વંય પર કરવાતથા અન્ય સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિઓ પર (માનસિક, શારીરિક તથા આત્મિક તંદુરસ્ત કરીને તેમને સમ ચિકિત્સા સીમીલીયા સીમીલીબ્યુસ કરેકટ્ટસ એટલે કે લો ઓફ સીમીલીરના સિધ્ધાંત તબીબી અને સ્વાસ્થ્ય પધ્ધતિમાં પ્રસ્થાપિત કર્યો.
જે તત્ત્વ (પદાર્થ) તંદુરસ્ત વ્યક્તિમાં અમુક માત્રામાં લેવાથી જ લક્ષણો ઉત્પન્ન થાય છે. એવા જ લક્ષણોવાળા દર્દી (રોગી)ને આજે તત્ત્વ અમુક પાવરમાં આપવાથી તે રોગોના લક્ષણો, દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારીને દર્દીના રોગીષ્ઠ લક્ષણો સંપૂર્ણ સ્વરૂપે દૂર કરીનેે રોગીને સંપૂર્ણપણે નિરોગી નિરામયી બનાવે છે.
હોમિયોપેથીક વિજ્ઞાનમાં, ૧૭૯૬થી લઈને આજદિન સુધી વિવિધ તત્ત્વોમાંથી બનાવેલી આશરે ૪૬૦૦ દવા ઉપલબ્ધ હશે પણ એક પણ દવા પર આજ સુધી કોઈપણ પ્રકારની આડઅસર કે કોઈપણ પ્રતિબંધિત દવા તરીકે સરકાર તરફથી ફરમાન થયેલ નથી. જે આ દવાની અને આ તબીબી વિજ્ઞાનની ફળદ્રુપતા અને સચોટતા પૂરવાર કરે છે.
આજે વિશ્વમાં હોમિયોપેથીક દવાનો વિશેષરૂપે પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે એ જાેતા, આવતો સમય માત્રને માત્ર આ સારવારનો જ હશે. તેમ કહેવુ અતિશયોક્તિભર્યુ નથી. નિષ્ણાંતોનું કહેવુ છે કે એવા જ લક્ષણોવાળા દર્દી (રોગી)ને આ જ તત્ત્વ અમુક પાવરમાં આપવાથી એ રાગોના લક્ષણો, દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારીને દર્દીના રોગીષ્ઠ લક્ષણો સપૂર્ણ સ્વરૂપે દૂર કરીને રોગીને સંપૂર્ણપણેે નિરોગી નિરામયી બનાવે છે.
આ સારવાર પધ્ધતિથી રોગીના રોગના લક્ષણોને માત્ર નાબુદ કરવામાં આવતા નથી પરંતુ વ્યક્તિની સંપૂર્ણ માનસિક, શારીરિક અને આત્મિક તંદુરસ્તીને પણ નિયમન કરીને રોગને કાયમ માટે નાબુદ કરી શકાય છે. વ્યક્તિએ વ્યક્તિએ ે રોગનુૃ કારણ, પ્રકૃતિ દરેક પર અલગ અલગ પ્રભાવ પાડે છે.
હોમિયો અર્થાત સમાન અને પેથોસ અર્થાત રોગ. આમ, હોમિયોપેથી એટલે એક એવી ચિકિત્સા પધ્ધતિ કે જેમાં સારવાર માટે વપરાતી દવા અને રોગ વચ્ચે સમાનતાનો સંબંધ છે. આ પધ્ધતિમાં દર્દીને સંપૂર્ણ શરીર મન અને પ્રાણ પ્રકૃતિ સમજીને સારવાર થાય છે.
જેથી નિદાન માટે દર્દીના રોગની ઝીણવટભરી માહિતી ઉપરાંત રોગમાં વધારો કે ઘટાડો કરતા પરિબળો, દર્દીનો સ્વભાવ, પ્રકૃતિ, આદતો, ખાસિયતો, રોજીંદુ જીવન, માનસિક તાણ આપતી પરિસ્થિતિઓ, આહાર-વિહાર, ડર, સ્વપ્ના વગેરે જેેવી વ્યક્તિગત માહિતી જરૂર પડી શકે છે.
જેમાં દર્દીના સહકાર શ્રેષ્ઠ નિદાન માટે મહત્ત્વનો છે. આ રીતે દર્દીનું યોગ્ય નિદાન કરી હોમિયોપેથીના મૂળભૂત સિધ્ધાંતોને અનુરૂપ દવા આપવામાં આવે છે. જે ઘટી ગયેલ રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે વધારીને દર્દીને સંપૂર્ણ રોગમુક્ત કરે છે.
હોમિયોપેથીમાં દવાના મૂળ દ્રવ્યનેે અતિશય સુક્ષ્મ માત્રામાં રૂપાંત્તરીત કરી તેમાં રહેલ ઔષધિય શક્તિની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની કોઈ આડઅસર થતી નથી. આ પધ્ધતિમાં તૈયાર કરવામાં આવતી દવાના પ્રવાહીની લેકટોઝ શર્કરામાંથી બનાવવામાં આવેલી ગોળીઓમાં ભેળવવામાં આવે છે.
દરેક ગોળીઓમાં ભેળવવામાં આવતો અર્ક દર્દીઓના લક્ષણો મુજબ જુદા જુદા હોય છે. અને આ રીતે જુદી જુદી હોમિયોપેથી દવાઓ તૈયાર કરવામાં આવે છે. જે દેખાવે સમાન લાગે છે. પરંતુ અબાલ વૃધ્ધ સૌ કોઈ આસાનીથી લઈ શકે છે. બાળકોમાં કુપોષણ અને કન્યાઓમાં એનિમિયાના નિવારણ માટે હોમિયોપેથી દવાઓ ખુબ જ અસરકારક છે. ઋતુજન્ય તેમજ ચેપી રોગોમાં નક્કી કરેલ રોગ પ્રતિરોધક હોમિયોપેથિક દવા આપવાથી આ પ્રકારના રોગો સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને આવા રોગો ફેલાતા અટકાવી શકાય છે.
ગાંધીનગર જીલ્લા આયુર્વેેદ શાખાના તાબા હેઠળ ગાંધીનગરમાં સાત સરકારી હોમિયોપેથી દવાખાના સિવિલ હોસ્પીટલ, માણસા, ડભોડા, ચિલોડા, રામનગર, આમજા, દહેગામ સીએચસીમાં કાર્યરત છે. આ દવાખાનાઓમાંદરેક રોગોની વિનામૂલ્યે હોમિયોપૈથીક સારવાર આપવમાં આવે છે.હોમિયોપેથિક સારવારને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા અધિકૃત સારવાર પધ્ધતિ તરીકે સમાવિષ્ઠ કરાઈ છે. એવુૃં આયુષ નિયામક વૈદ્ય ભાવના ટી પટેલે જણાવ્યુ હતુ.
દરેક હોમિયોપેથીક દવા, માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરીને રોગના કારણો સામે, રોગીના શરીરને રોગ સામે પ્રતિકાર કરવાની વિશેષ શક્તિ પ્રદાન કરે છે. અને રોગને કાયમ માટેે શરીરમાંથી જડમૂળમાંથી નાબૂદ કરવાની કાર્યક્ષેમતા બક્ષે છે.
જ્યારે મોર્ડન સાયન્સમાં આપવામાં આવતી અનેક દર્દશામક દવાઓ તથા એન્ટી બાયોટીકસ દવા રોગીની, રોગ પ્રતિકાર શક્તિને કુંઠીત કરીને શિથિલ બનાવે છે. જેથી રોગીને વારવાર રોગ થવાની શક્યતા હોય છે. વિલાયતી-વિદેશી દવાઓથી માત્ર રોગના જીવાણુૃ કેે વિષાણુૃને થોડા સમય માટે દબાવી દેવાનું જ કાર્ય કરે છે.
જેનેે સપ્રેશન ઓફ ડીસીઝ કહેવામાં આવે છે. જેથી રોગનુૃં એક સ્વરૂપમાંથી બીજા અન્ય ઉગ્ર સ્વરૂપમાં જેથી રોગનુૃ એક સ્વરૂપમાંથી બીજા અન્ય સ્વરૂપમાં શરીરમાં ખુબ જ અગત્યના વિશેષ અંગોમાં રોગ કાયમી પ્રસ્થાપિત થવાથી જૂનો રોગ મટતો નથી. પરંતુ નવા ઉગ્ર લાક્ષણિક્તા સાથે અગત્યના અંગોમાં ખુબ જ નુકશાન કરે છે.