Western Times News

Gujarati News

હોમ લોનની રકમ ગમે એટલી હોય, આ બેંક 6.70 ટકાના દરે આપી રહી છે હોમ લોન

એસબીઆઈએ ઘરના ગ્રાહકો માટે ફેસ્ટિવ બોનન્ઝાની જાહેરાત કરી

·         6.70 ટકા હોમ લોન, લોનની રકમ ગમે એટલી હોય

·         આ વ્યાજદર બેલેન્સ ટ્રાન્સફર કેસમાં પણ લાગુ છે

·         ક્રેડિટ સ્કોરને આધારે વ્યાજમાં છૂટછાટ

·         બેંકે પ્રોસેસિંગ ફી માફ કરી

·         વ્યવસાય સાથે સંબંધિત વધુ વ્યાજમાં માફી

મુંબઈ :દેશની સૌથી મોટી ધિરાણકાર અને હોમ લોન પ્રદાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ હોમ લોનના સંભવિત ગ્રાહકો માટે વિવિધ ફેસ્ટિવ ઓફર પ્રસ્તુત કરી છે.

આ વિવિધ ઓફરનો ઉદ્દેશ હોમ લોનને તહેવારની સિઝન અગાઉ વધારે વાજબી બનાવવાનો છે. પ્રથમ પ્રકારની આ પહેલમાં એસબીઆઈ લોનની રકમ ગમે એટલી હોય ફક્ત 6.70 ટકાના દરે ગ્રાહકના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલી હોમ લોન ઓફર કરે છે.

અગાઉ રૂ. 75 લાખથી વધારે લોન લેનાર ઋણધારકને 7.15 ટકા વ્યાજ ચુકવવું પડતું હતું. ફેસ્ટિવ ઓફર્સ પ્રસ્તુત થવાથી ઋણધારકને કોઈ પણ રકમની હોમ લોન 6.70 ટકાના વ્યાજદરે મળી શકશે. પરિણામે 45 બીપીએસની બચત થશે, જે 30 વર્ષના ગાળાની રૂ. 75 લાખની લોન માટે રૂ. 8 લાખથી વધારેની મોટી બચતનો લાભ આપશે.

ઉપરાંત પગારદાર ઋણધારકોની સરખામણીમાં બિનપગારધાર ઋણધારકોને 15 બીપીએસ વધારે વ્યાજના દર લાગુ થતા હતા. એસબીઆઈએ પગારદાર અને બિનપગારદાર ઋણધારકો વચ્ચેનો આ ફરક પણ દૂર કર્યો છે. હવે હોમ લોનના સંભવિત ઋણધારકોને વ્યવસાય સાથે જોડાયેલા વધારે વ્યાજ ચુકવવું નહીં પડે. આ બિનપગારદાર ઋણધારકોને વ્યાજમાં 15 બીપીએસની બચત તરફ દોરી જશે.

તહેવારોને આવકારવા અને બજારનું સેન્ટિમેન્ટ વધારવા બેંકે પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે માફ કરી છે અને ઋણધારકના ક્રેડિટ સ્કોરને આધારે વ્યાજમાં લાભદાયક છૂટછાટ ઓફર કરી છે.

એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર (રિટેલ એન્ડ ડિજિટલ બેંકિંગ)ના શ્રી સી એસ શેટ્ટીએ કહ્યું હતું કે, “અમને હોમ લોનના અમારા સંભવિત ગ્રાહકો માટે ફેસ્ટિવ ઓફર પ્રસ્તુત કરવાની ખુશી છે. સામાન્ય રીતે ચોક્કસ મર્યાદા સુધીની લોન માટે વ્યાજદરમાં છૂટછાટ લાગુ પડે છે. વળી એનો સંબંધ ઋણધારકના વ્યવસાય સાથે પણ છે.

હવે અમે વધારે સર્વસમાવેશક ઓફર્સ રજૂ કરી છે અને આ ઓફર્સ લોનની રકમ અને ઋણધારકના વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના તમામ વર્ગના ઋણધારકો માટે ઉપલબ્ધ છે. 6.70 ટકાના વ્યાજદરે હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કેસને લાગુ છે.

અમારું માનવું છે કે, તહેવારની સિઝનમાં ઝીરો પ્રોસેસિંગ ફી અને વ્યાજના છૂટછાટના દર માલિકીના ખર્ચને વધારે વાજબી બનાવશે. આપણા રાષ્ટ્રએ મહામારી દરમિયાન સારી મજબૂતી પ્રદર્શિત કરી છે. દરેક ભારતીયના બેંકર તરીકે અમે તમામ માટે મકાનને સક્ષમ બનાવી અર્થતંત્રને બેઠું કરવા અમારાથી શક્ય તમામ પ્રયાસો કરવા કટિબદ્ધ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.