Western Times News

Gujarati News

હોલિવુડમાં કેરિયર બનાવવા માટે અભિમાનનો ત્યાગ કર્યો: પિયંકા ચોપરા

લોસ એન્જેલસ: અભિનેત્રી પિયંકા ચોપરા જાનસનું કહેવુ છે કે, હોલિવુડમાં કેરિયર બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, તો પહેલા મારે મારૂ અભિમાનનું ત્યાગવું પડયું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે, લગભગ આઠ વર્ષ પહેલા હોલિવુડમાં મેં કેરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા મેં મારા અભિમાનનો ત્યાગ કર્યો હતો, ત્યારબાદ જ મને મારી મહેનતથી હોલિવુડ ઈડસ્ટ્રીમાં એક ઓળખ મળી છે.

પ્રિયંકાએ જણાવ્યું કે, જ્યારે મને એમેરિકા જઈને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો, તો મને હજુ પણ એ પહેલી ચીજ યાદ છે કે, મારે અભિમાનનો ત્યાગ કરવો પડયો હતો, મારે બધી જ વાત બતાવવી હતી કે, હું કોણ છું અને શું કરવા માગુ છું.

પ્રિયંકાએ જણાવ્યું કે, અમેરિકી ફિલ્મોમાં અન્ય કેટલાક શ્રેષ્ઠ ભારતીય કલાકારો હતાં. જેમાં ઈફરાન ખાન, તબ્બુ, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન સાથે મિંડી કલિંગ અને અજીજ અંસારી જેવા અભિનેતાઓ સામેલ હતાં. કોઈ ઈન્ડિયન અમેરિકા, પરંતુ કોઈ એવું ઉદાહરણ નથી કે, એમેરિકી સસ્કૃતિમાં સામેલ થવા માટે બહારથી આવેલા ભારતીય પ્રવાસી હોય અને મનોરંજનની દુનિયામાં પ્રવેશ કરવા માગતા હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.