હોલિવૂડ અભિનેતા બ્રુસ વિલિસે અભિનયને અલવિદા કહી દીધું
વોશિંગ્ટન, હોલિવુડના પ્રખ્યાત એક્શન હીરો બ્રુસ વિલિસએ પોતાના અભિનયના કરિયરને અલવિદા કહી દીધું છે. હકીકતમાં તાજેતરમાં જ મળેલી જાણકારી પ્રમાણે બ્રૂસ એક બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેના કારણે તેમણે મજબૂરીમાં આ ર્નિણય લેવો પડ્યો છે. તાજેતરમાં જ અભિનેતાના પરિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમના આ ર્નિણય વિશે જણાવ્યું છે. આ પોસ્ટ પ્રમાણે બ્રુસ વિલિસ એફાસિયાનામની બીમારીથી પીડાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં બ્રુસ વિલિસની પુત્રીએ લખ્યું છે કે, બ્રૂસના ચાહકો માટે એક પરિવારના રૂપમાં અમે એ શેર કરવા માગીએ છીએ કે, આપણા પ્રિય બ્રુસ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
હાલમાં જ તેમને એફાસિયાનામની બીમારી હોવાની જાણકારી મળી રહી છે. આ બીમારી તેમના બોલવા, લખવા અને સમજવાની ક્ષમતાને અસર કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપે ઘણો વિચાર કર્યા બાદ બ્રુસે પોતાના અભિનય કરિયરને છોડવાનો ર્નિણય કર્યો છે.
પોસ્ટમાં જણાવ્યું છે કે, આ અમારા પરિવાર માટે ખરેખર એક પડકારજનક સમય છે અને અમે નિરંતર તમારા સ્નેહ, કરૂણા અને સમર્થનની ખૂબ જ સરાહના કરીએ છીએ. અહેવાલ પ્રમાણે અભિનેતા બ્રુસ વિલિસ એફાસિયાનામની બીમારીથી પીડાઈ રહ્યા છે.
આ મસ્તિષ્કનો એક એવો વિકાર છે જેમાં વ્યકિતિને બોલવા, લખવા તથા લખેલા શબ્દોને સમજવામાં મુશ્કેલી થાય છે. આ એક એવી સ્થિતિ છે જે વ્યક્તિના સંચારની શક્તિને છીનવી લે છે.
અભિનેતા વિલિસે ૧૯૮૦ના દશકમાં પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. પોતાના લાંબા કરિયર દરમિયાન અભિનેતાએ ધ વર્ડિક્ટ, મૂનલાઈટિંગ, ધ બોક્સિંગ, હોસ્ટેજ, આઉટ ઓફ ડેથ, ગ્લાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય અભિનેતાને તેમની સીરીઝ ડાઈ હાર્ડ માટે પણ ઓળખવામાં આવે છે.SSS