હોલીવૂડ એકટર લિયોનાર્ડો ડિકેપ્રિ્યોએ યુક્રેનને 10 લાખ ડોલરની મદદ કરી
નવી દિલ્હી, હોલીવૂડનો ખ્યાતનામ અભિનેતા અને ઓસ્કાર એવોર્ડ વિજેતા લિયોનાર્ડો ડિકેપ્રિયો યુક્રેનની મદદ કરવા માટે આગળ આવ્યો છે. ડિકેપ્રિયોએ યુક્રેનને 10 મિલિયન ડોલરની મદદ કરી છે અને તેની પાછળનુ એક કારણ એ છે કે, તેની નાની એટલે કે માતાની માતા યુક્રેનના ઓડેસા પ્રાંતની છે.જેમનુ 2008માં નિધન થયુ હતુ.
ડિકેપ્રિયો પોતાના નાનીની બહુ નિકટ હતો.આમ અભિનેતાઓનો યુક્રેન પ્રત્યેનો લગાવ પણ સ્વભાવિક છે.ઓડેસા શહેર રશિયાના આક્રમણનો શિકાર બન્યુ છે.તેના પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે ત્યારે ડિકેપ્રિયોને ઓડેસામાં નાની સાથે વિતાવેલો સમય પણ યાદ આવી રહ્યો છે.
ડિકેપ્રિયો ટાઈટેનિક મૂવીથી આખી દુનિયામાં જાણીતો થયો તો.એ પછી તેણે ઘણી સુપહિટ ફિલ્મો જેવી કે, વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ, એવિએટર, રેવેનન્ટ, ઈન્સેપ્શન વગેરેમાં કામ કર્યુ છે.