હોલ પર ભીડ જાેઈને ગાયક કેકે કારમાંથી ઊતરવા માગતા નહતા
મુંબઈ, બોલિવૂડના પોપ્યુલર ગાયક કલાકારોમાંથી એક કેકેનું એકાએક અવસાન થતાં ફેન્સ તેમજ ઈન્ડસ્ટ્રીના અને તેમના પરિવારના લોકો સ્તબ્ધ છે. તમામ લોકો માટે આ સમાચાર અવિશ્વસનીય હતા. કેકેના નિધન પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, હાર્ટ ફેઈલ થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જાે કે, એવી ચર્ચા થઈ રહી છે કે જાે તકેદારી રાખવામાં આવી હોત તો તેને રોકી શકાતુ હતું. જે પર્ફોમન્સ દરમિયાન કેકેને ગભરામણ થઈ અને નિધન થયું તે જ કોન્સર્ટમાં કેકે સાથે પર્ફોર્મ કરનાર એક સિંગરે પણ આ બાબતે વાત કરી હતી.
સિંગર શુભલક્ષ્મી ડેએ તે દિવસની સમગ્ર જાણકારી આપી છે. શુભલક્ષ્મી એ સમયે ત્યાં હાજર હતી. તે જણાવે છે કે, આટલી બધી ભીડ જાેયા પછી કેકે પોતાની કારમાંથી બહાર નહોતા નીકળવા માંગતા. પરંતુ તેમણે એક કલાક સુધી પર્ફોર્મ કર્યું. શુભલક્ષ્મીએ એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, ઓડિટોરિયમની બહાર ઘણી ભીડ હતી. કેકે સાંજે સાડા પાંચ વાગ્યે આવ્યા. પહેલી નજરમાં તેમણે કહ્યું- સ્ટેજની લાઈટ ડિમ કરો.જાે તે કહેતા તો અમે શૉ રોકી દેતા. હોલમાં એટલી ભીડ હતી કે પરસેવો થાય તે સ્વાભાવિક છે. પણ કેકેએ પહેલા જણાવ્યુ નહોતું કે તેમને ગભરામણ જેવું થઈ રહ્યંહ છે.
ઉલ્લેખનીય છે કે કેકેના આકસ્મિક નિધનથી તમામ લોકો શોકમાં ગરકાવ છે. પશ્ચિમ બંગાળ સરકારે પણ તેમને રાજકીય સન્માન આપ્યું. કેકેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર તે હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા. કેકેના નિધન પછી નાની ઉંમરમાં થતા હાર્ટ એટેકની વધતી સંખ્યા બાબતે પણ ચર્ચા શરુ થઈ ગઈ છે. કેકેને પર્ફોમન્સ દરમિયાન ગભરામણ થઈ હતી, ત્યારપછી તેમને હોલમાંથી હોટલ લઈ જવામાં આવ્યા હતા. હોટલમાં તેઓ ઢળી પડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેકેએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમના ગીતો યુવા પેઢીને ખૂબ પસંદ આવતા હતા. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ગીત ગાયા છે. કાઈટ્સ ફિલ્મનું ગીત ઝિન્દગી દો પલ કી, ઓમ શાંતિ ઓમનું આંખો મેં તેરી, બચના એ હસીનોનું ગીત ખુદા જાને, હમ દિલ દે ચુકે સનમનું સુપરહિટ ગીત તડપ તડપ, વગેરે તેમના પોપ્યુલર ગીતોમાંથી થોડા છે. આ સિવાય પણ કેકેના અનેક ગીતો સુપરહિટ સાબિત થયા છે.SS2KP