હોળીની પૂનમે ખેડબ્રહ્મા અંબિકા મંદિરે માનવ મહેરામણ ઉમટયો
ખેડબ્રહ્મા અંબિકા મંદિરે આજે હોળીની પૂનમે માનવ મહેરામણ ઉમટયો હતો. વહેલી સવારથી જ મંદિર પરિક્રમામાં દર્શનાર્થીઓ બોલ મારી અંબે જય જય અંબે ના નારા સાથે આવી રહ્યા હતા. દિવસની પ્રથમ મંગળા આરતીના સમયે પણ દૂરદૂરથી ભક્તો માના દર્શને આવેલ મા અંબાને શિષ ઝૂકાવી ધન્યતા પ્રાપ્ત કરે છે
આજના ને દિવસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી મંદિર જવાના રસ્તે અત્યંત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા સામાન્ય પૂનમ કરતા હોળી ની પૂનમ મોટા એક તહેવાર ની પૂનમ હોય માઇ ભકતો ખૂબ જ મોટી સંખ્યામાં મા અંબાનાં દર્શને આવ્યા હતા.