Western Times News

Gujarati News

હોળી-ધુળેટીમાં વિરપુર જલારામ મંદિર ભક્તો માટે બંધ રખાશે

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે. હોળી-ધુળેટીના પવિત્ર દિવસોમાં લોકો મોટી સંખ્યામાં મંદિરે જતા હોય છે. જેના કારણે પહેલા જગત મંદિર દ્વારકાએ ૨૭થી ૨૯ માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય લીધો અને હવે વિરપુર, જલારામ બાપાનું મંદિર પણ ૨૭થી ૩૦મી માર્ચ સુધી બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.

વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર ચાર દિવસ બંધ રાખવાનો ર્નિણય કરાયો છે. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે હોળી-ધુળેટીના તહેવારને કારણે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસ ભાવિકો માટે બંધ રાખવા ર્નિણય લેવાયો છે. દ્વારકા મંદિર ૨૭થી ૨૯ માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.

દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. નોંધનીય છે કે, ૨૮મી તારીખે હોળીનો પવિત્ર પર્વ છે. જેના કારણે ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવતા હોય છે.

પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોના વાયરસના કેસ વધ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત ૪૫૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આજે રાજ્યમાં કુલ ૧૭૩૦ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ ૧૨૫૫ વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજાે વેવ શરૂ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.