હોળી બાદ લોકોને મળી રાહત, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા
નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડા બાદ હોળી-ધુળેટીના બીજા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૨ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૩ પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૯૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ ૮૦.૮૭ રૂપિયા પ્રતિ લીટર થયા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર દિવસ બાદ ફેરફાર થયો છે. માર્ચ મહિનામાં ત્રીજીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે. આ અગાઉ ૨૪ અને ૨૫ માર્ચે પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો હતો. ત્યારે બે દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ ૩૯ પૈસા અને ડીઝલ ૩૭ પૈસા સસ્તું થયું હતું. આ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે ફેરફાર ૨૭ ફેબ્રુઆરીના રોજ થયો હતો. જ્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૨૪ પૈસા વધ્યા હતા
ડીઝલ ૧૫ પૈસા મોંઘુ થયું હતું.ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ અનુક્રમે શહેરનું નામ પેટ્રોલ અન ડીઝલના ભાવ આ પ્રમાણે છે. દિલ્હી ૯૦.૫૬ ૮૦.૮૭,મુંબઈ ૯૬.૯૮-૮૭.૯૬,કોલકાતા ૯૦.૭૭-૮૩.૭૫ અને ચેન્નાઈ ૯૨.૫૮-૮૫.૮૮રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અન્ય ચીજાે જાેડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.