હોસ્ટેલના સિનિયર્સ માલિશ કરાવતા હોવાનો ખુલાસો
ભુવનેશ્વર, ઓડિશાના કટક જિલ્લામાં ઈતિહાસ વિષયમાં સ્નાતકનો અભ્યાસ કરી રહેલી રૂચિકા મોહંતીએ રેગિંગના કારણે આત્મહત્યા કરી ત્યાર બાદ દેશભરમાં આ અંગે ચર્ચા જામી છે. રૂચિકાએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, તેના સીનિયર્સ હંમેશા તેને માનસિકરૂપે પ્રતાડિત કરતા હતા અને તેનામાં હવે વધુ સહન કરવાની તાકાત નથી બચી. ત્યારે ભારતીય મહિલા દોડવીર અને ઓલમ્પિયન દુતી ચંદે પણ પોતાના રેગિંગ અંગેના અનુભવો વ્યક્ત કર્યા છે.
દુતીએ જણાવ્યું કે, ભુવનેશ્વરની એક સ્પોર્ટ્સ હોસ્ટેલમાં તેને પ્રતાડિત કરવામાં આવી હતી અને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી. તેણીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના સાથે થયેલા રેગિંગનો ખુલાસો કર્યો છે.
દુતી ચંદે રવિવારના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એવો દાવો કર્યો હતો કે, વર્ષ ૨૦૦૬થી ૨૦૦૮ દરમિયાન સ્પોર્ટ્સ હોસ્ટેલના સીનિયર્સે તેને માલીશ કરી આપવા માટે મજબૂર કરી હતી. ઉપરાંત તેણે સીનિયર્સના કપડાં પણ ધોવા પડતા હતા.
ઉપરાંત અનેક વખત સીનિયર્સ તેની આર્થિક સ્થિતિની પણ મજાક ઉડાવતા હતા. તેણે ફરિયાદ કરી હતી તેમ છતાં અધિકારીઓએ તે બાબતની અવગણના કરી હતી.દુતીએ જણાવ્યું કે, તે જ્યારે આ પ્રકારના રેગિંગની ફરિયાદ કરતી અને અધિકારીઓ તેની અવગણના કરીને કોઈ એક્શન ન લેતા તે સમયે તે માનસિક તણાવમાં આવી ગઈ હતી. તે સમયે તે પોતાની જાતને ખૂબ જ અસહાય અનુભવતી હતી. ઉપરાંત ફરિયાદ કરવા પર સામેથી તેના પર જ ગુસ્સો કરવામાં આવતો હતો. જાેકે દુતીના આ આક્ષેપ મામલે હોસ્ટેલના કોઈ પણ અધિકારીની પ્રતિક્રિયા સામે નથી આવી.SS2KP