હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં દર્દી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો
પ્રયોગરાજ: યુપીમાં પ્રયોગરાજની સ્વરુપ રાની નેહરુ હોસ્પિટલમાં ગેંગરેપના મામલામાં પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ એક એક તથ્યોને તપાસવામાં લાગી છે. આ તપાસના ક્રમમાં ત્રીજા દિવસે પણ તપાસ જારી કરી છે. ગુરુવારે આ મામલામાં પોસ્ટ મોર્ટમ બાદ તૈયાર કરવામાં આવેલી સ્વેબને તપાસ માટે લખનૌ મોકલી દેવાઈ છે. આ ઉપરાંત પોલીસે સ્વરુપ રાની નહેરુ હોસ્પિટલમાં એસઆઈસી પાસે ઘટના સમયે ડ્યૂટી પર તૈનાત કર્માચારીઓનું લિસ્ટ માંગ્યું છે. આ ઉપરાંત પીડિત મૃતકની હેડ રાઈટિંગને મેચ કરવા માટે ફોરેન્સિક લેબ મોકલી દેવાઈ છે.
સ્વરુપરાની નહેરુ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની અંદર ગેંગરેપની ઘટનાના આરોપ બાદ પ્રયાગરાજમાં ખળભળાટ મચ્યો છે. જ્યાં એક તરફ પીડિતાના પરિવારે મામલાની તપાસ અને ગુનેગાર ડોક્ટરોની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે તો એસઆરએનના ડોક્ટર અને મેડિકલ સ્ટાફ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા પ્રદર્શન કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના ક્રમની તપાસ માટે યુપી કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહની મુલાકાત કરી રિપોર્ટ સોંપ્યો હતો.
ત્યારે પીડિતાએ ભાઈને પોતાની આપવીતીની કહાની કાગળ પર પોતાના હાથે લખી જણાવી હતી. તે બાદથી પરિવાર ડોક્ટરોની વિરુદ્ધ તપાસની માંગ કરી રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમની તપાસમાં લાગેલી પોલીસ હાલમાં આ મામલામાં કંઈ પણ બોલવા તૈયાર નથી. આ સમગ્ર ઘટનામાં સમાજવાદી પાર્ટી સતત પ્રદર્શન કરી રહી છે. અને આરોપી મેડિકલ સ્ટાફની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.