Western Times News

Gujarati News

હોસ્પિટલના તબીબ અને સ્ટાફે હોસ્પિટલમાંથી વિદાય વેળાએ આપ્યુ તાલીઓથી સન્માન

અરવલ્લી જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ દર્દીનું મરણ થયા બાદ જિલ્લાના કોરોના પોઝિટીવના પ્રથમ એક્ટીવ દર્દી એવા રેણુકાબેન મેસરીયાએ કોરોના સામે જંગ જીત્યો છે.

ધનસુરા તાલુકાના છેવાડીયા ગામના ૪૦ વર્ષીય મહિલા રેણુકાબેન બકુલભાઇ મહેરીયાનો અરવલ્લી જિલ્લામાં દ્વિતીય પોઝીટીવ કેસ નોંધાયો હતો. તેમને બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર બાદ બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. વિદાય વેળાએ ર્ડાકટરો, નર્સ અને સ્ટાફે તાળીઓથી અભિવાદન કરી હોસ્પીટલમાંથી વિદાઇ આપી હતી.

જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. અમરનાથ વર્મા અને તેમની ટીમની સમયસરની સતર્કતાના કારણે તા. ૧૭ એપ્રિલના રોજ બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સીવીલ નોડલ અધિકારી ડૉ. પ્રવિણ સોલંકી અને તેમની આખી ટીમે સુંદર સારવાર આપી, જેમાં રેણુકાબેનના બે રિપોર્ટ નેગેટીવ આવતા તેમને શુક્રવારના રોજ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સુંદર કામગીરી અને પરસ્પર સંકલનના કારણે આજે એક્ટીવ પ્રથમ કેસ સાજા થયા છે

કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીના સ્વજન બકુલભાઇ મહેરીયા જણાવ્યું કે જયારે મને ખબર પડી કે મારી પત્નીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું સાંભળ્યા પછી હું ગભરાઇ ગયો હતો. તેમણે કહ્યું કે વાત્રકની કોવિડ હોસ્પિટલામાં ખુબ સારી સારવાર મળતાં હું ર્ડાકટરો, નર્સ સહિત તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર માનું છે. હું આજે બહુ ખુશ છે કે મારી પત્ની સ્વસ્થ થઇ ગયા છે. તેમણે લોકોને કોરોનાથી ગભરાયા વિના ઘરમાં રહી સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે હોસ્પિટલના નોડલ ઓફિસરશ્રી ર્ડા. પ્રવિણ સોલંકી. સહિત ર્ડાકટરો, નર્સ અને કોવિડ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.