હોસ્પિટલના નામને લઇ ભાજપ અને સિંધિયા સમર્થકોમાં તકરાર
ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં બનવા જઇ રહેલ એક હજાર પથારીની હોસ્પિટલ હજુ પુરી રીતે બનીને તૈયાર પણ થઇ નથી ત્યાં તેના નામકરણને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે.આ વિવાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નહીં પરંતુ ભાજપમાં જ શરૂ થયો છે. ભાજપ ઇચ્છે છે કે આ હોસ્પિટલનું નામ શ્યામા પ્રસાદ મુખર્જી અથવા તો અટલ બિહારી બાજપાઇના નામથી રાખવામાં આવે પરંતુ તેના પર સિંધિયા સમર્થક અને કોંગ્રેસ તૈયાર નથી તે ઇચ્છે છે કે હોસ્પિટલનું નામ માધવરાવ સિંધિયાના નામ પર હોય.
ગ્વાલિયરમાં બની રહેલ હોસ્પિટલનું ભૂમિપુજન જયોતિરાદિત્ય સિંધિયાએ કર્યું હતું આ દરમિયાન ભાજપ માર્ગો પર હતી અને હંગામો કરી રહી હતી પરંતુ તે બધાને કિનારે કરતા આ હોસ્પિટલું ભૂમિપુજન જયોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથ સરકારની તબીબી શિક્ષા મંત્રી વિજય લક્ષ્મી સાધૌની સાથે કરી દીધું હતું. તે સમયે સિંધિયા સમર્થક ધારાસભ્યો અને મંત્રીઓએ આ હોસ્પિટલનું નામ માધવરાવ સિંધિયાના નામ પર રાખવાની માંગ કરી હતી જેના પર સાધૌએ હા પણ પાડી હતી પરંતુ હવે નામને લઇ ચિઠ્ઠીઓનો દૌર શરૂ થઇ ગયો છે.
ગ્વાલિયરના સાંસદ વિવેક શેજવલકરના પત્ર રાજયના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને તે સમયે મળ્યો જયારે હોસ્પિટલનું કામ પુરૂ થવા આવ્યું છે. આ ઉપરાંત પ્રભારી મંત્રી તુલસી સિલાવટ સહિત સિંધિયા સમર્થક ધારાસભ્ય અને મંત્રી તે હોસ્પિટલ પર નજર રાખી રહ્યાં છે. ત્યારે વિવેકે કહ્યું છે કે હોસ્પિટલનું નામ ડો શ્યામા પ્રસાદ મુખર્જી કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇના નામ પર હોવું જાેઇએ જેને સમર્થન ભાજપ પણ કરી રહી છે. જાે કે કોંગ્રેસના રામ પાંડે તેમનું સમર્થન કરી રહ્યાં નથી
તેમનું કહેવું છે કે અટલજી ભલે દેશના વડાપ્રધાન રહ્યાં પરંતુ ગ્વાલિયરને કાંઇ આપ્યું નથી જયારે જે વિકાસ ગ્વાલિયરાં થયો છે તે માધવરાવ સિંધિયાની દેન છે. આવામાં હોસ્પિટલનું નામ તેમના નામે હોવું જાેઇએ. આવામાં હવે એ જાેવાનું રસપ્રદ બની જશે કે આ હોસ્પિટલનું નામ શું રાખવામાં આવે છે.