હોસ્પિટલમાં બેડ નહીં હોવાથી દર્દી ઘરેથી ખાટલો લઈ આવ્યો
રાજકોટમાં સિવિલ પાસે ચૌધરી ગ્રાઉન્ડમાં ૧૦૦થી વધુ એમ્બુલન્સ તેમજ ખાનગી વાહનો લાઇનો જાેવા મળી
રાજકોટ, રાજકોટમાં કોરોનાની સ્થિતી વણસતી જાેવા મળી રહી છે. દર્દીઓને કલાકો સુધી સિવીલ હોસ્પિટલ બહાર વેઇટીંગમાં રહેવું પડે છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ૧૫ કલાક સુધી વેઇટીંગ હોવાથી કોરોના પોઝીટીવ દર્દી પોતાનાં ઘરે થી જ પથારી લઇને આવ્યા હતા અને ચૌધરી હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં પથારી પાથરી સારવાર શરૂ કરી હતી.
રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી સર્જાય છે. દરરોજ રાજકોટમાં ૮૦૦ કરતા વધુ પોઝીટીવ કેસ નવા નોંધાઇ રહ્યા છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આજે ૭૭ દર્દીઓનાં મોત થયા છે. સ્થિતીને કાબુ કરવા તંત્ર ઉંધે માથે થયું છે. પરંતુ બેડની અછત, ઓક્સિજનની અછત સર્જાય છે.
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા ૧૦૦ કરતા વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે રાજકોટમાં સિવીલ હોસ્પિટલમાં દાખલ થવા આવેલા કોરોના પોઝિટીવ દર્દીને ૧૫ કલાક સુધી બેડ ન મળતા ચૈધરી હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં દર્દીએને ખાટલો પાથરીને જ સારવાર શરૂ કરી હતી.
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીને સારવાર માટે દાખલ થતા ૨ થી ૩ કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે. અનેક દર્દીઓની ગંભીર સ્થિતી હોવા છતાં લાંબી લાઇનોમાં ઉભા રહેતા સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. કોરોના દર્દીને ઓક્સિજનની જરૂરીયાત રહેતી હોવાથી દર્દીઓની સ્થિતી કફોડી બની રહી છે.
ત્યારે અનેક લોકો હવે માત્ર પોતાનાં વાહનોને કતારમાં ઉભા રાખીને વારો આવે ત્યારે જ દર્દીને ઘરે થી બોલાવી રહ્યા છે. જાેકે આ સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર પણ લાચાર સાબિત થઇ રહ્યું છે.