હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને માસ્ક વિતરણ કરાયું
મુંબઇ, જ્યાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કહ્યું છે કે, જ્યાં સુધી દવા ન આવી જાય ત્યાં સુધી છૂટ મળશે નહી. કોરોનાથી બચાવમાં સૌથી કારગર હથિયાર છે માસ્ક.
પેટના રોગોની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, કાઇઝેન હોસ્પિટલ, અમદાવાદ, દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ – પોલીસકર્મીઓને કોરોના વાયરસના ચેપથી સુરક્ષા મળે એ માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કાઇઝેન હોસ્પિટલની ટીમે પોલીસકર્મીઓની કોરોનાને ફેલાતો અટકાવવા માટે જન જાગૃતિ અને જન સેવા માટે ફરજનિષ્ઠાની પ્રસંશા કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે માસ્કને જરૂરી વસ્તુની યાદીમાં સામેલ કરતા તેની કિંમતો પર લગામ લગાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે માસ્કની કિંમતોને લઈને એક નોટિફિકેશન જાહેર કરી દીધી છે. માસ્કની કિંમતો આજથી આખા રાજ્યમાં લાગુ થઈ ચૂકી છે.