હોસ્પિ.માં મહિલાની છેડતી કરનાર વોર્ડ બોયની ધરપકડ

Files Photo
મુંબઈ: મુંબઈમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાંઈ કૃપા નામની હૉસ્પિટલમાં સારવાર કરાવવા ગયેલી એક મહિલાને બેભાન કરી વોર્ડ બૉયે છેડતી કરી. મામલામાં પોલીસે આરોપી વોર્ડ બૉયની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. દિંડોશી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ધરણેન્દ્ર કામ્બલેએ જણાવ્યું કે મલાડ પૂર્વ વિસ્તારમાં સ્થિત સાંઈ કૃપા હૉસ્પિટલમાં એક ૨૪ વર્ષીય મહિલા ૧૬ ડિસેમ્બરે પાઇલ્સનું ઓપરેશન કરાવવા માટે દાખલ થઈ હતી.
આ દિવસે બપોરે મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ જ્યારે પીડિત મહિલા રાત્રે હૉસ્પિટલના રૂમમાં એકલી હતો, તે સમયે મોડી રાત્રે મુકેશ પ્રજાપતિ નામના વોર્ડ બૉયે મહિલા સાથે છેડતી કરી. મહિલાના પરિવારે તેની ફરિયાદ પોલીસને કરી અને પોલીસે આરોપી વોર્ડ બૉયની ધરપકડ કરી લીધી છે.
પીડિત મહિલાના પતિનો આરોપ છે કે વોર્ડ બૉય મુકેશ પ્રજાપતિ મોડી રાત્રે મહિલાને એકલી જાેઇ ઓપરેશનવાળા સ્થળે ક્રીમ લગાવવા અને ઈન્જેક્શન આપવાના બહાને રૂમમાં આવ્યો અને તેને એક ઈન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન આપ્યા બાદ મહિલા બેભાન થઈ ગઈ તો વોર્ડ બૉયે પીડિતાના પ્રાઇવેટ પાર્ટોને હાથ લગાવીને છેડતી કરી. ભાનમાં આવ્યા બાદ પીડિતાએ છેડતીની જાણકારી ૧૭ ડિસેમ્બરે પરિવારને કરી. ૧૯ ડિસેમ્બરે પરિવાર પીડિતાની સાથે દિંડોશી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આઇપીસીની કલમ ૩૫૪ હેઠળ કેસ નોંધાવ્યો.
પરિવારે હૉસ્પિટલ પ્રશાસન ઉપર પણ બેદરકારી રાખવાની પણ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આરોપ છે કે હૉસ્પિટલના મહિલા વોર્ડમાં પુરુષ વોર્ડ બૉયને જવાની મંજૂરી કેમ આપવામાં આવી? હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે.