હ્યુમન રાઈટ્સ ડે ની ૭૫મી એનિવર્સરી અને FMBAF ગ્લોબલ એકસીલન્સી એવોર્ડની સીઝન- 3
Ahmedabad :હ્યુમન રાઈટ્સ ડે ની ૭૫મી એનિવર્સરી અને FMBAF ગ્લોબલ એકસીલન્સી એવોર્ડની સીઝન- 3 નિમિતે ડો. અનિલ નાયર થમ્પી( FMBAF ફાઉન્ડર) અને નિસ્સ ફેશન એરેના ઈન્ટરનેશનલ દ્વારા મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલ મુક્તિ કલ્ચરલ હબ ખાતે 10 ડિસેમ્બર 2020ના રોજ ભવ્ય એવોર્ડ ફંકશન નુ આયોજન કરવામાં આવ્યું છે.
આ એવોર્ડ ફંકશનમાં અનેક કેટેગરીમાં એવોર્ડ એનાયત થશે, જેમ કે ફિલ્મ, ફેશન, બિઝનેસ, એકેડમી, મીડીયા એવોર્ડ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, નેલસન મંડેલા, બાબાસાહેબ આંબેડકર અને પીશ એમ્બેસેડર એવોર્ડ પણ એનાયત કરાવમાં આવશે.
પ્રથમ વાર મુંબઈમાં આવી ઈવન્ટ થશે કે જેમાં એવોર્ડ ફંકશન સાથે હ્યુમાનીટી કોન્ફરન્સ, ઈન્ટરનેશનલ સેમિનાર, કોન્વોકેશન સેરેમની અને ગ્લોબલ પિસ સમીટ નુ આયોજન કરવામા આવેલ છે. ટકી શકે એવા વિકાસ માટે વૈશ્વિક શાંતિ પાછળ વિજ્ઞાનનો નો શું રોલ છે, દુનિયાને કેવી રીતે પ્રગતિમય બનાવવી,એવી અનેક બાબત ની ચર્ચાવિચારણા થશે. આ ઈવન્ટમાં ઈન્ટરનેશનલ એચિવર્સ, પીસ બિલ્ડરઝ, એમ્બેસેડર, સોશિયલ વર્કર્સ, એવોર્ડીઝ,ફિલ્મ, ફેશન અને મીડિયા સેલેબ્રીટી ઉપસ્થિત રહેશે.
વાર્ષિક વિશ્વ માનવ અધિકાર દિવસ (યુનાઈટેડ નેશન્સ) 2020 સિઝન 3. આ વાતનું એનાઉન્સમેન્ટ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ થી થયું હતું, જેમાં FMBAF ના ફાઉન્ડર અનિલ નાયર, સંજીવ નાયર, ફેશન ડિઝાઈનર અર્ચના કોચ્ચર, ટેલેન્ટ મેનેજમેન્ટના ડિરેકટર કુરેશ સોંગરવાલા સાથે મરાઠી ફિલ્મ ટકાટક ફેઈમ એકટ્રેસ પ્રણાલી ભલેરો, ગુજરાતી ફિલ્મ એકટ્રેસ ઉર્વશી સોલંકી અને એક્ટ્રેસ આયેશા કપૂર એ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે કોવિડ ના બધા પ્રિકોશન્સ લઈને આ ઈવેન્ટનું આયોજન થયું છે.