Western Times News

Gujarati News

૧પમીથી રન-વે ખુલ્લો મુકાય તેવી શક્યતાઃ  ૧૦૦ વધારાની ફલાઈટ મળશે

નિર્ધારીત સમય કરતાં ૪પ દિવસ વહેલું કામકાજ પૂર્ણ થવાની આરે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફલાઈટસની ફિકવન્સી દરરોજ ૧૦૦ જેટલી વધવાની આશા છે. રનવે પરિસ્થિતી કાર્પેટીગનું કામ દોઢ મહીના પહેલા શરૂ થયું હતું. અને ૧પ એપ્રિલથી ફલાઈટસ માટે રનવે ખુલ્લો મુકવામાં આવશે.

રિકાર્પેટીગનું કામ ૧૭મી જાન્યુઆરીથી ૩૧મી મે દરમ્યાન સવારે ૯થી૬ વાગ્યા દરમ્યાન નકકી કરવામાં આવ્યું હતું પણ કામ ૪પ દિવસ વહેલા પૂર્ણ થયું હતું. ૧પ એપ્રિલથી હાલની ૧૪૦ ની સામે દૈનિક રપ૦ ફલાઈટસ કાર્યરત થશે. રન વે બનાવવાની કામગીરી ૯૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. પેસેન્જર લોડપ્રતી દિવસે ૧૬ હજારથી વધીને રપ હજાર થશે. પ્રવાસન સ્થળો માટે કનેકટીંગ ફલાઈટસ અને ડાયરેકટર ફલાઈટસની માંગમાં નોધપાત્ર વધારો થશે.

મુસાફરોએ દહેરાદુન જમ્મુ, બાગડોગરા,શ્રીનગર અને કોચી માટે વધારાની સીધી ફલાઈટસની માંગ કરી હોવાનું એરપોર્ટના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. રનવે ફરી ખુલ્યા બાદ મુસાફરોને પ્રવાસન સ્થળો માટે સારી સંખ્યામાં ફલાઈટસ મળશે. હાલમાં દહેરાદુન, જમ્મુ, શ્રીનગર અને બાગડોગરા, જેવા સીધા ગંતવ્યોના હવાઈ ભાડા ખૂબ ઉંચા છે.

કેટલીક એરલાઈસન્‌ પણ લેહના સલોટ માટે અરજી કરી છે. એરપોર્ટ ઓથોરીટના સુત્રો અને રનવે બનાવવાની કામગીરી કરતા સુત્રોના જણાવ્યા મુજબ ૧૪ એપ્રિલ સુધીમાં રન વે ની કામગીરી પૂર્ણ થઈ જશે અને એરપોર્ટ ઓર્થોરીટીના સોપી દેવામાં આવશે.

એરપોર્ટના રનવેના મખ્ય પેવરમેન્ટ અને ડેન્સ બિટયુમીનસ મેકાડમ ડીબીએમનું પસ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધું છે. ટુંક અને એરક્રાફટ જેવા ભારે વાહનો માટે આ રન વે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોકકસ માપના ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.