૧પ૦૦ કિલો મોહનથાળ ભક્તોને પ્રસાદરૂપે ભોજનમાં અપાશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રથયાત્રામાં જાડાનાર સાધુસંતો તથા ભક્તો ઉપરાંત રથયાત્રાના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટે સરસપુરમાં દર વર્ષે સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે દોઢ લાખથી પણ વધુ દર્શનાર્થીઓને માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.૧૦૦૦ કિલો બટાટાનું શાક, ૧૦૦૦ કિલો લોટની પૂરી, ૧પ૦૦ કિલો મોહન થાળ, મીઠી બુંદી, ભોજનમાં પીરસવામાં આવનાર છે એ માટે સરસપુરની પોળોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને રસોડા પણ શરૂ થઈ ગયા છે. કોઈપણ દર્શનાર્થી ભોજન પ્રસાદ લીધા વગર ન થાય એ માટેે પોળોમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્ષમાં એક વખત મળતો આ લ્હાવાનો લાભ લેવા સરસપુરના રહીશો થનગની રહ્યા છે.