Western Times News

Gujarati News

૧ર,૮પ૮ ચોરસ મીટર જમીનના વેચાણ માટે હવે નવેસરથી બિડ મંગાવવામાં આવશે

અમદાવાદ, થલતેજમાં ઝાયડસ હોસ્પીટલ સામે ૩૮પ કરોડની કિંમતે પ્લોટ વેચવા મુકનાર ટ્રસ્ટને કોઈ ખરીદાર મળ્યું નથી. જાેકે તેને બદલે ૭ જેટલી વાંધા અરજી આવી છે. જેમાં આ જગ્યાના વેચાણ સામે વાંધો રજુ કરાયો ેછ. હવે જાે આ સંસ્થા દ્વારા ફરીથી નવા ભાવ સાથે અરજી કરવામાં આવશે તો પહેલા આ વાંધા અરજીઓને ધ્યાને લેવામાં આવશે.

શહેરના ૩ લાખ પ્રતિ ચો.મીટરના ભાવે થલતેજ વિસ્તારમાં ઝાયડસ હોસ્પીટલની સામે ૧ર૮પ૮ચો.મી. જમીન વેચાણ માટે અમદાવાદ એજયુકેશન ટ્રસ્ટ અને ગુજરાત ઈન્સ્ટટયુટ ઓફ કેમીકલ ટેકનોલોજી દ્વારા ચેરીટી કમીશ્નર સમક્ષ અરજી કરવામાં આવી હતી.

જે અરજીના અનુસંધાને અખબારોમાં જાહેરખબરો આપીને બિડ મગાવવામાં આવ્યા હતા. જાેકે કોઈપણ ખરીદાર આગળ આવ્યો ન હતો. ચેરીટી કમીશ્નરને એક પણ બિડ ન મળતા વેચાણ માટેની સંસ્થાની અરજી રદ કરાઈ છે.

હવે સંસ્થાએ હરાજી માટે નવા ગ્રાઉન્ડ સાથે નવી અરજી કરવી પડશે. અરજી ચેરીટી કમીશ્નર સ્વીકારે પછી નવેસરથી હરાજી થશે. જાેકે આશ્ચર્યજનક રીતે આ જગ્યાનું વેચાણ અટકાવવા માટે ૭ અલગ અલગ વાંધા અરજીઓ આવી હતી. સામાન્ય રીતે જયારે બિડ આવે ત્યારે તે ખોલતાંની સાથે આ વાંધાઅરજીઓ પર સુનાવણી કરાય છે.

જાેકે કોઈ બીડ નહીં આવતી આ વાંધા અરજીઓ પણ સીલ કરવામાં જ રહે છે.પરંતુ જાે સંંસ્થા દ્વારા ફરીથી વેચાણ માટે અરજી કરવામાં આવશે તો તે સમયે પણ આ વાંધા અરજીઓ પહેલા ધ્યાને લેવામાં આવશે તેવી નોંધ ચેરીટી કમીશ્નરને મુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.