૧૦૦૨ મહિલાઓએ પ્રથમ વાર NDAની પરીક્ષા પાસ કરી

નવી દિલ્હી, ૮૦૦૦ સફળ ઉમેદવારોમાંથી આશરે એક હજારથી પણ વધુ મહિલાઓએ નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા પાસ કરી છે એવું જાણવા મળ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૧૪ નવેમ્બરે લેવાયેલી પરીક્ષામાં મહિલા ઉમેદવારોએ હાજરી આપી હોય તેવું આ પ્રથમ વખત થયું છે. બુધવારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ૧,૦૦૨ મહિલા ઉમેદવારો હવે સર્વિસ સિલેકશન બોર્ડ અને તેમના મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેશે, ત્યારબાદ તેમાંથી ૧૯ને આવતા વર્ષના NDA કોર્સ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
લગભગ ૨૦ મહિલા કેડેટ્સને પહેલી વારમાં NDAમાં પ્રવેશ આપવામાં આવશે, જે આર્મી, નેવી અને ભારતીય વાયુસેનામાં અધિકારીઓ તરીકે જાેડાશે. એનડીએ આવતા વર્ષે કુલ ૪૦૦ કેડેટ્સને પ્રવેશ આપશે, જેમાંથી સેના ૧૦ મહિલાઓ સહિત ૨૦૮ ઉમેદવારોને લેશે.
નેવીમાં ત્રણ મહિલાઓ સહિત ૪૨ ઉમેદવારોનો સમાવેશ થશે, જ્યારે IAF ૧૨૦ ઉમેદવારોને પ્રવેશ આપશે, જેમાંથી છ મહિલાઓ હશે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે પરીક્ષા માટે અરજદારોની કુલ સંખ્યા ૫,૭૫,૮૫૬ હતી, જેમાંથી ૧,૭૭,૬૫૪ મહિલાઓ હતી.
NDA તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરી રહ્યું છે, એક મજબૂત સુરક્ષા ઉપકરણ લગાવી રહ્યું છે અને મહિલા પ્રશિક્ષકો, ગાયનેકોલોજિસ્ટ્સ સહિતના ડોક્ટરો અને અન્ય જરૂરી સહાયક સ્ટાફની નિમણૂક શરૂ કરી રહ્યું છે. અને આવતા વર્ષે પ્રથમ વખત મહિલા કેડેટ્સને તેના કેમ્પસમાં આવકારવા માટે અન્ય પગલાં લઈ રહ્યું છે. પુણેના ખડકવાસલા સ્થિત NDAનું ઔપચારિક ઉદઘાટન ૧૯૫૫માં કરવામાં આવ્યું હતું.
હાલમાં તેની પાસે કુલ ૧૮ સ્ક્વોડ્રન છે, જેમાં પ્રત્યેકમાં લગભગ ૧૨૦ કેડેટ્સનો સમાવેશ થાય છે. સંસ્થા પાસે હાલમાં તેની છ ટર્મમાં લગભગ ૨,૦૨૦ કેડેટ્સ છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, છ લાખથી વધુ ઉમેદવારો દર વર્ષે ચાર દ્ગડ્ઢછ એન્ટ્રન્સ અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીઝ પરીક્ષા માટે અરજી કરે છે.
પરીક્ષાઓ યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. સપ્ટેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કેન્દ્રની માગણી મુજબ મહિલાઓને આવતા વર્ષે નહીં, પણ આ વર્ષથી જ એનડીએમાં સામેલ કરવામાં આવશે. અત્યાર સુધી મહિલા અધિકારીઓ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઈમાંથી આર્મીમાં જાેડાતી હતી અને ઈન્ડિયન નેવલ એકેડેમી અને એર ફોર્સ એકેડેમીમાંથી નેવી અને આઈએએફમાં જાેડાતી હતી, જ્યાં તેઓ સ્નાતક થયા પછી પ્રવેશ મેળવતા હતા.
NDA પહેલેથી જ તેના હાલના ૧૮માં વધુ બે સ્ક્વોડ્રન ઉમેરવા અને લશ્કરી કેડેટ્સની વાર્ષિક સંખ્યામાં વધારો કરવા માટે કામ કરી રહ્યું છે. હેડક્વાર્ટર્સ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ મેજર જનરલ અરવિંદ ભાટિયા (નિવૃત્ત)એ અગાઉ જણાવ્યું હતું કે, આપેલ નિશ્ચિત સમયમાં દ્ગડ્ઢછમાં આશરે ૧૨૦-૧૫૦ મહિલા કેડેટ્સ હોય તે વિચાર પર ચર્ચા કરવામાં આવી હતી.SSS