૧૦૦ કરોડથી વધુ કીંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ એક અફઘાની સહિત છની ધરપકડ
અમદાવાદ: દેશમાં ડ્રગ્સ, હેરોઈન તથા કેફી પદાર્થાે ઘુસાડી યુવાવર્ગને નશાયુક્ત કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. યેનકેન પ્રકારે શહેરમાં જે તે રીતે અફીણ, ગાંજા, હેરોઈન, ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારનાં ઘુસણખોરોને ઝડપવા તેમના ઉપર સતર્ક નજર રાખવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ દ્વારા દેશમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. આ પ્રકારનું ડ્રગ્સ રેકેટ પકડી પાડવામાં પંજાબ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. એક અફઘાની નાગરિક સહિત અન્ય છ શખ્સોને પકડી તેમની પાસેથી રૂ.૧૦૦ કરોડથી વધુ કીંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.
આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા, ક્યાં લઈ જવાના છે તથા કોને મંગાવ્યો હતો તેની તપાસ અજાણ્યા સ્થળે લઈ જઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં સુલતાન લેન્ડ ખાતે ફેક્ટરી આવેલ છે જ્યાંથી દેશમાં ડ્રગ્સનો જથ્થો રવાનાં કરવામાં આવે છે.