૧૦૦ નવી સૈનિક સ્કુલોને મંજુરી અપાઇ છે: નાણાંમંત્રી
નવીદિલ્હી, કેન્દ્રીય નાણાંમંત્રી સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું હતું બજેટમાં શિક્ષઁને લઇ નાણાંમંત્રી નિર્મસા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં લગભગ ૧૦૦ નવી સૈનિક સ્કુલો બનાવવામાં આવશે લેહમાં કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ જણાવ્યું ં કે અનુસૂચિત જાતિના ૪ કરોડ વિદ્યાર્થીઓ માટે ૩૫ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છેે આ વિસ્તારમાં સંયુકત અરબ અમીરાતની સાથે મળી સ્કીલ ટ્રેનિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી લોકોને કામ મળી શકે તેમાં ભારત અને જાપાન મળીને પણ એક પ્રોજેકટ ચલાવી રહ્યાં છે.
દેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ૨૦૨૦ અને ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે શિક્ષા બજેટમાં લગભગ ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો ગત વર્ષ ૨૦૧૯ના શિક્ષણ બજેટમાં ૯૪ હજાર કરોડ રૂપિયા હતાં જયારે વર્ષ ૨૦૨૦ના બજેટમાં ૯૯ હજાર ૩૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવશે.
બજેટમાં શિક્ષણ અંગે નાણાંમંત્રીએ કહ્યું હતું કે ૧૫૦૦૦ સરકારી સ્કુલોને સારી બનાવવામાં આવશે,૧૦૦ નવી સૈનિકો સ્કુલો ખોલવામાં આવશે મહિલાઓ દરેક શિફિટમાં કામ કરશે લેહમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કોલવામાં આવશે જયારે હાયર એજયુકેશન કમીશનની રચના કરવામાં આવશે.HS