૧૦૦ શહેરોના ખેતરોમાં ઉડયા ડ્રોનઃ વડાપ્રધાનના હસ્તે ઓનલાઈન ઉદઘાટન

નવી દિલ્હી, કૃષિ ક્ષેત્રમાં માંગ પરિવર્તનની તૈયારીની સાથે પીએમ મોદીએ ગઈકાલે દેશમાં ૧૦૦ કિસાન ડ્રોનનું વિડીયો કોન્ફરન્સીંગથી ઉદઘાટન કર્યું હતું. દેશના વિભિન્ન શહેરો-ગામોમાં ખેતરોમાં ડ્રોન ઉડયા હતા, આ ડ્રોન ખેતરમાં દવાઓના છંટકાવમાં કામ આવશે.
ખેડૂતોને મદદ કરવાના ઉદેશથી એક ખાસ અભિયાન અંતર્ગત વડાપ્રધાન મોદીએ આ ડ્રોનનું વિડીયો કોન્ફરન્સીંગથી ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે પહેલા ડ્રોનના નામથી એમ લાગતું હતું કે આ સેના સાથે જાેડાયેલી કોઈ વ્યવસ્થા છે કે દુશ્મનોનો મુકાબલો કરવાના ઉપયોગમાં કામમાં આવનારી ચીજ છે પણ હવે આ ડ્રોન આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં નવો અધ્યાય છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ડ્રોન સેકટરના વિકાસમાં અસીમીત સંભાવનાના દ્વાર ખોલી નાખશે, મોદીએ જણાવ્યું હતું કે ગટુડા એરોસ્પેસે આગામી બે વર્ષમાં ભારતમાં ૧ લાખ ડ્રોન બનાવવાનો ટાર્ગેટ નકકી કર્યો છે. આથી યુવાનો માટે નવી રોજગારી અને તકોનું સર્જન થશે. હાલ ખેડૂતો પોતાના ખભે પંપ ઉપાડીને ખેતરમાં દવા છંટકાવ કરતા હોય છે જે હવે આવનારા દિવસોમાં ડ્રોનથી દવા છંટકાવ કરશે.HS