Western Times News

Gujarati News

૧૦૮ આદિવાસી ગામના મતદારો બિહાર ચુંટણીનો બહિષ્કાર કરશે

પટણા, બિહારમાં વિધાનસભા ચુંટણીની બરોબર પહેલા કેમુર પઠારોમાં આવેલ ૧૦૮ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે અહીં રહેનારા લોકોનો આરોપ છે કે પોલીસે વિસ્તારની જનજાતીય વસ્તી પર સખ્તાઇ દાખવી છે કહેવાય છે કે પોલીસ તરફથી આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી હતી જયારે આદિવાસી વિસ્તારને ટાઇગર રિઝર્વ જાહેર કરવાના નિર્ણયનું પ્રદર્શન કરી રહ્યાં હતાં.

આ પ્રદર્શનોનું નેતૃત્વ કૈમુર મુક્તિ મોરચા એએમએમ સંગઠન તરફથી કરવામાં આવ્યું હતું હવે સંગઠનનો આરોપ છેકે વિસ્તારમાં કામ કરી રહેલ તેમના ૨૫ એકિટવિસ્ટ્‌સને પોલીસે નકલી કેસોમાં ધરપકડ કરી છે બીજી તરફ ગામના લોકોનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તે તેમને તેમના વિસ્તારમાંથી કાઢવામાં આવે નહીં આમ છતાં વન વિભાગે જબરજસ્તી લોકોને અહીંથી કાઢવામાં લાગ્યુ છે આ સાથે જ તેમની પાકોને પણ નુકસાન પહોંચાડયુ છે.

કેએમએમે માંગ કરી છે કે સરકારને કૈમુરને અનુસૂચિત વિસ્તાર કરવો જાેઇએ વિસ્તારમાં ટાઇગર રિઝર્વનું નિર્માણનું કામ ફકત ગ્રામ સભાઓ અને વિસ્તારમાં રહેનાર જનજાતીય વસ્તીની મંજુરી બાદ જ શરૂ કરવું જાેઇએ.

તેને લઇ એક ચાર સભ્યોની પેનલે દિલ્હીથી રિપોર્ટ કાઢયો છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસવાદીના પોલિત બ્યુરોની સભ્ય વૃંદા કરાતે આ પ્રસંગ પર કહ્યું કે આ મામલામાં બિહાર સરકાર તરફથી અપરાધિક બેદરકારી થઇ છે જેણે અત્યાર સુધી વન અધિકાર કાનુનને લાગુ કર્યું નથી.

આ રિપોર્ટ અનુસાર ૧૦ સપ્ટેમ્બરે ૧૦૮ ગામના આદિવાસી અધૌરામાં આવેલ વન વિભાગની કચેરીની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન માટે એકત્રિત થયા પોલીસે ત્યારે ભીડ પર કાર્યવાહી કરી જેમાં સાત કાર્યકરોઓ પર ગોળીબાર કરાયો અને લાઠીચાર્જ કરાયા ત્યારબાદ પોલીસે તેમને સાથે લઇ ગઇ ૧૬ ઓકટોબરે સાત કાર્યકર્તાઓને જામીન પર છોડવામાં આવ્યા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ આદિવાસી પ્રભુનું પોલીસ ગોળીબારથી મોત થયું છે. આથી ૧૦૮ આદિવાસી ગામના મતદારોએ તાજેતરમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.