૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કર્મચારીઓનો અનોખો અંદાજ

સાન્તા ક્લોઝ બની દર્દીઓને ગીફ્ટ આપી,બિસ્કીટ અને ફળો વહેંચ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ક્રિસમસ દિન નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી જેમા GVK EMRi Emergency Management and Research Institute 108ના કર્મચારીઓ દ્વારા સાર્વજનીક હોસ્પિટલમાં 108 કર્મીઓ દ્રારા સેન્ટાક્લોઝ બનીને હોસ્પિટલ ની અંદર એડમિટ દર્દીઓને ચોકલેટ બિસ્કિટ અને ફળો આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અને 108 ના કર્મચારીઓ દ્વારા ખિલખિલાટ અને 108 નો વધુ ઉપયોગ કરવાં માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોરોના મહામારીના પગલે દર્દીઓને માસ્ક વિતરણ પણ કર્યા હતા.
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ નાતાલ ના દિવસે તેમના રૂમમાં સાન્તા ક્લોઝ જોઈ ચહેરા પર ખુશી છવાઈ હતી અને સારવાર લઇ રહેલ દર્દીઓને બીમારી માંથી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા આપી ગીફ્ટ આપી હતી.