Western Times News

Gujarati News

૧૦૮ એમ્બ્યુલન્સએ  આંજણવા ગામના આશાબેનને  એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા બાળકનો જીવ બચાવ્યો

લુણાવાડા: માનવજાત માટે વરદાન રૂપ સાબિત થયેલ અને મેડીકલ ઇમરજન્સીમાં મુકાયેલા દર્દીઓ માટે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ આજે જીવનદાયિની સાબિત થઇ છે ત્યારે ૧૦૮ ની સેવાઓ આજે નવા માઇલસ્ટોન પ્રસ્થાપિત કરી રહી છે. રાજયના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર ગુજરાતની સંવેદનશીલ રાજય સરકારે ૧૦૮ ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે સરકાર દ્રારા અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સેવાઓ પુરી પાડવામાં આવે છે.  તેથી જ ગુજરાતની લાડકી સેવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ લાખોની સંખ્યામાં લોકોની મદદ કરી અને જરૂરીયાત મંદ લોકોને તાત્કાલીક મેડિકલ,પોલીસ અને ફાયર સેવાઓ આપીને લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેવું જ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનું ઉતમ ઉદાહરણ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંજણવા ગામના જયંતિભાઇએ તેમના પત્ની આશાબેનને ઘરે અચાનક પ્રસવપીડા નો દુખાવો  થતા તેમણે તરત જ  ૧૦૮ નંબર પર ફોન કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને બોલાવી હતી. સંતરામપુર ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતા તરત જ પાયલોટ બાબુભાઇ પગી અને EMT રાકેશભાઇ રાવલ એમ્બ્યુલન્સ લઈને નિકળી ગયા હતા. આંજણવા ગામમાં તેમના ઘરે પહોંચતાં જ EMTએ  તપાસ કરતા જણાયું  કે  તેમને ત્યાંથી  સંતરામપુર હોસ્પીટલમાં લઇ જવા પડશે તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસાડી ગામમાંથી બહાર નીકળતા ગામના પાદરે જ તેમને ફરી થી પ્રસવપીડા થતાં EMT રાકેશભાઇ રાવલે પ્રસુતિ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડે તેમ હોય

તેથી  રાકેશભાઇ એ તરત ERCP ની હેલ્પ લઇ પ્રસુતિ કરાવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી કરાવતા ઉપસ્થિત ગ્રામજનોએ ૧૦૮ ની સરાહનીય કાર્યની પ્રસંશા કરી હતી. ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. પ્રસુતિ બાદ ૧૦૮ કર્મીઓએ  બાળક અને માતાને હેમખેમ સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર ખાતે દાખલ કરાવ્યા હતા. ઇમરજન્સી ટાણે તાત્કાલિક સેવા પૂરી પાડીને એક સાથે  બે નો જીવ બચાવી ૧૦૮ જીવનરક્ષક પુરવાર થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.