Western Times News

Gujarati News

૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સગર્ભા મહિલાની પ્રસુતિઃ બાળક અને માતા સ્વસ્થ

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં આવેલ જુની બેડી ગામની મહિલાને પ્રસૂતિની પીડાનો દુખાવો ઉપડતાં તેના સગા વ્હાલાઓએ ૧૦૮ને ફોન કરતા દેવગઢબારિયા તાલુકાની સેવાનીયાની પીએસસી ૧૦૮ એમ્બ્યુલન્સ અને કોલ મળતા

તા.૨૪ના રોજ સાંજે ૭.૪૫ સમયએ કેસ મળતા એ લોકો તાત્કાલિક સ્થળ પર જવા રવાના થયા સ્થળ પર પહોંચી તપાસ કરતા સરોજબેન લાલુભાઇ નાયક ઉંમર ૨૫ વર્ષ તેમની પ્રસુતિ પીડા વધારે ઉપાડતા અને તેમને તાત્કાલીક નજીકના સિ.એચ.સિ.ડભવા હોસ્પિટલ લાવ્યા હતા.

ત્યાં તપાસ કરતાં બ્રિચ બેબી હતું તો ત્યાંથી આગળની હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રિફર કરતા સરોજબેનને પ્રસૂતિ પીડા વધુ ઉપડતા રસ્તામાં જ ફરજ પરના ઈએમટી જયાબેન પટેલ અને પાયલોટ રાજેશભાઈ પટેલ બહુ કપરી પરિસ્થિતિ હોવા છતાં હિંમત હાર્યા વગર મહિલાની રસ્તામાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી

અને બાળકને માતાની તબિયત ખૂબ સારી છે. બાળક અને માતાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ દેવગઢબારીયા સરકારી હોસ્પિટલ દાખલ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.