૧૦ જૂન ૨૦૨૧એ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે
નવી દિલ્હી: જ્યોતિષમાં ગ્રહણને પ્રભાવશાળી ખગોળીય ઘટના માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આંશિક સૂર્ય ગ્રહણ કે ચંદ્રગ્રહણની વ્યક્તિ પર અસર થાય છે. ૧૦ જૂન ગુરુવારે જે સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે તે દિવસે શનિ જયંતિ પણ છે.
સૂર્યગ્રહણ ભારતમમાં જાેઈ શકાશે. આ સિવાય કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ, યૂરોપ, એશિયા અને ઉત્તરી અમેરિકામાં પણ સૂર્યગ્રહણ દેખાશે. ભારતમાં ગ્રહણનો સમય ૧૦ જૂન ગુરુવારે બપોરે ૧.૪૨ મિનિટથી સાંજે ૬.૪૧ મિનિટનો રહેશે. ભારતમાં આ આંશિક ગ્રહણ હશે. તેમાં સૂતક કાળ માન્ય રહેશે નહીં.
જ્યોતિષના આધારે માનવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણની સૌથી વધારે અસર વૃષભ રાશિના લોકોને થઈ શકે છે. તેઓએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું રહેશે. ધન સંબંધી બાબતોમાં સાવધાની રાખવાની રહેશે. સ્વચ્છતાના કેસમાં કોઈપણ બેદરકારી નુકસાન કરી શકે છે.