૧૦ બાળકોને જન્મ આપનારી મહિલા સવાલોના ઘેરામાં આવી

મહિલા હજુ સુધી ન તો કોઈને બાળકો બતાવ્યા છે કે ન તો તેમની હાજરીના પુરાવા આપ્યા છે, મહિલાની ધરપકડ
કેપટાઉન: એક સાથે ૧૦ બાળકોને જન્મ આપવાનો દાવો કરીને ચર્ચામાં આવી ગયેલી મહિલા હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. તેની કહાની પર શકના વાદળો ઘેરાયા છે. કારણ કે તેણે હજુ સુધી ન તો કોઈને બાળકો બતાવ્યા છે કે ન તો તેમની હાજરીના પુરાવા આપ્યા છે. આ બધા વચ્ચે પોલીસે કથિત ૧૦ બાળકોની માતા ગોસિયામે સિથોલેની ધરપકડ કરી લીધી છે. સિથોલેના પાર્ટનર તેબોગોએ પોતે જ બાળકોના જન્મની વાર્તા પર શક જાહેર કરતા તેમના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી. ધ સનના રિપોર્ટ મુજબ પોલીસને ગોસિયામે સિથોલે જાેહાનિસબર્ગમાં તેના કોઈ સંબંધીના ત્યાં મળી આવી છે.
સિથોલે ૭ જૂનના રોજ એકદમ ચર્ચામાં આવી ગઈ હતી. જ્યારે તેણે રેકોર્ડ ૧૦ બાળકોના જન્મનો દાવો કર્યો હતો. જાે કે જલદી તેની આ કહાની પર લોકોને શક થવા લાગ્યો કારણ કે તેણે ક્યારેય તેના બાળકોને કેમેરા સામે દેખાડ્યા નહીં. તેના પાર્ટનર તેબોગોએ શક વ્યક્ત કર્યા બાદ તો સિથોલે પોતે પણ શંકાના ઘેરામાં આવી ગઈ. દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે તેમની તપાસમાં પણ ગોસિયામે સિથોલેના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા મળ્યા નથી. જાે કે એક સ્થાનિક મીડિયા આઉટલેટે ભારપૂર્વક કહ્યું કે બાળકોનો જન્મ થયો છે અને મેડિકલ બેદરકારી છૂપાવવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. જ્યારે પોલીસે સ્પષ્ટ કર્યું કે સિથોલેએ કોઈ અપરાધ કર્યો નથી
સામાન્ય પૂછપરછ બાદ તેને સામાજિક વિભાગના સ્ટાફને સોંપી દેવાઈ છે. જે તેને હોસ્પિટલ લઈ ગયા છે. આ બાજુ ગોસિયામે સિથોલેએ તેના પાર્ટનર અને તેના પરિવાર પર ડોનેશનના પૈસા હડપી લેવાનો આરોપ લગાવ્યો છે. સિથોલેનું કહેવું છે કે બાળકોના જન્મને લઈને લોકો પાસેથી મળેલી આર્થિક મદદને તેબોગો અને તેના પરિવારે પચાવી પાડી છે. જ્યારે સિથોલેના વકીલે હોસ્પિટલ પર આરોપ લગાવતા કહ્યું કે તેમની ક્લાયન્ટને તે સંપૂર્ણ રીતે સાજી હોવા છતાં નામે જબરદસ્તીથી ઁજઅષ્ઠરૈટ્ઠંિૈષ્ઠ ઉટ્ઠઙ્ઘિ માં રાખવામાં આવી છે.
હોસ્પિટલનું માનવું છે કે સિથોલેએ બાળકોના જન્મની કાલ્પનિક વાર્તા ઘડી છે. તેમણે કહ્યું કે સિથોલેને લીગલ એક્સેસ આપવાનો ઈન્કાર કરી દેવાયો છે અને તેને ખાનગી મનોવૈજ્ઞાનિક પાસે લઈ જવાની મંજૂરી પણ આપવામાં આવી રહી નથી. કેટલાક સ્થાનિક મીડિયા સંગઠનો દ્વારા એવો પણ દાવો થઈ રહ્યો છે કે ગોસિયામે સિથોલેને હોસ્પિટલમાં માનસિક યાતનાઓ આપવામાં આવી. સિથોલેના વકીલનું પણ કહેવું છે કે તેમની ક્લાયન્ટને તેની ઈચ્છા વિરુદ્ધ રાખી