૧૦ બેંકોના વિલયના વિરોધમાં ૨૨ ઓક્ટોબરે બેંકોની હડતાળ
નવી દિલ્હી, દિવાળીથી ઠીક પહેલા બેન્કોમાં હડતાળથી કામકાજ પ્રભાવિત થશે ૧૦ બેન્કોના વિલયના વિરોધમાં ૨૨ ઓક્ટોબરે હડતાળની જાહેરાત કરાઇ છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી સંઘ તરફથી બોલાવવામાં આવેલી હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. જો આ હડતાળ થાય છે તો દિવાળી પહેલા ૫ દિવસોમાંથી ૩ દિવસ બેન્ક બંધ રહેશે. સરકારે ૧૦ સરકારી બેન્કોના વિલયથી ૪ મોટી બેન્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. બેન્ક કર્મચારી તેનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે ૨૨ ઓક્ટોબરે પ્રસ્તાવિત દેશવ્યાપી બેન્ક હડતાળનું સમર્થન કર્યું છે.