Western Times News

Gujarati News

૧૦ મહિલા પાઈલોટ પહેલીવાર પોખરણમાં યુધ્ધ વિમાનો ઉડાડશે

(એજન્સી) જયપુર, ભારતીય વાયુદળે પોખરણમાં સૌથી મોટો યુધ્ધાભ્યાસ કરવા જઈ રહ્યુ છે. જેમાં સક્રિયપણે ભાગ લેેતા ૧૦ મહિલા પાઈલોટ પહેલીવાર મિગ-ર૧, બાઈસન યુધ્ધ વિમાન ઉડાવશે. દેશના ઉતર મોરચે ચીની સેના અને પશ્ચિમી મોરચે પાકિસ્તાન ના પડકારોને ધ્યાને લેતા ભારતીય વાયુદળ અત્યાર સુધીનો સૌથી મોટો યુધ્ધાભ્યાસ કરવા જઈ રહ્યુ છે.

સાથોસાથ તમામ ૩૬ રાફેલ યુધ્ધ વિમાનો ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહ સુધી દેશમાં આવી જશે. ૧૦ થી ૧ર ફેબ્રુઆરીના વાયુશક્તિ યુધ્ધાભ્યાસમાં તમામની સક્રિય ભૂમિકા હશે. ચીન સાથે તનાવના કારણે વાયુદળ વિશેષ એલર્ટ છે. એવા સમયે થવા જઈ રહેલા યુધ્ધાભ્યાસ માં લગભગ ૧૪૦ વિમાનને સામેલ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.