૧૦ રાજ્યોના ૨૭ જિલ્લામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે
નવીદિલ્હી, કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે.
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી લખેલા પત્રમાં ૧૦ રાજ્યોના ૨૭ જિલ્લામાં વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્રમાં રાજ્યોથી પોતાને ત્યાં સ્થિતિ પર નિયંત્રણ રાખવા અને સાવચેતી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પત્ર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ૧૦ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવ અને અધિકારીઓને ત્યાં વધતા કોરોના કેસ વિશે ચેતવણી આપવામાં આવી છે. આ ૧૦ રાજ્યોના ૨૭ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહની અંદર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યો પાસે કડક મોનિટરિંગ કરવાનું પણ કહ્યું છે.
કેન્દ્રએ જે લિસ્ટ જાહેર કર્યું છે, તે બે ભાગમાં છે. પહેલાં ભાગમાં તે જિલ્લાને સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. આ તારણ રાજ્યોના આઠ જિલ્લા સામેલ છે.
આ રાજ્યોના નામ છે મિઝોરમ, કેરલ અને સિક્કિમ.અરૂણાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડ અન્ય જિલ્લામાં સામેલ છે, જ્યાં પોઝિટિવિટી રેટ ૫થી ૧૦ ટકા વચ્ચે છે.
કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલા પત્રમાં આ રાજ્યોને તે પણ જણાવવામાં આવ્યું છે કે કોરોનાને નિયંત્રિત કરવા માટે ક્યા પગલાં ભરવાની જરૂર છે. આ રીતે નક્કી કરેલા વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવાનું કહેવામાં આવ્યું છે.
સાથે કોવિડ ક્લસ્ટર, નાઇટ કર્ફ્યૂની સાથે સાથે વધુ સંખ્યામાં એક જગ્યાએ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય લગ્ન સમારહો અને અંતિમ સંસ્કાર સમયે લોકોની સંખ્યા નક્કી કરવા સંબંધી દિશાનિર્દેશ આપવાની વાત પત્રમાં કહેવામાં આવી છે.HS