૧૦ લાખ મહિલાને ૦% વ્યાજે ૧૦૦ કરોડની લોન સહાય
ગાંધીનગર: વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલે કે વિશ્વ મહિલા દિવસ પૂરતો ઊજવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન એ સદીઓની નિત્ય પરમ્પરા રહી છે. એટલે જ ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. ભારતમાં પ્રાચીન સમયમાં નારી-સન્માનની ભાવના જાેવા મળતી હતી. આપણા વેદો-ઉપનિષદો તેમજ રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોએ પણ નારી શક્તિનો અપાર મહિમા ગાયો છે.
તે સમયમાં નારીને શિક્ષણનો પૂરો અધિકાર હતો. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી જેવી ઘણી વિદૂષી સ્ત્રીઓ તે સમયની સ્ત્રીશક્તિઓનું પ્રમાણ છે. મધ્ય યુગમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, પદ્માવતી તો આધુનિક યુગમાં પણ સંગીત-લેખન-કલા-રાજનીતિ-અંતરિક્ષ-રમતજગત-વિજ્ઞાન-ટેક્નોલોજી-બેન્કિંગ-ફાઇનાન્સ-સુરક્ષા સહિતના જીવનના દરેક ક્ષેત્રમાં નારીઓ અગ્રણી રહી છે. નારી તું નારાયણી કહીને તેનું સન્માન કરવામાં આવ્યું છે. સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે અતિ આવશ્યક છે. નારી ગૌરવ એટલે મહિલાઓનું સન્માન અને આત્મ ગૌરવ. તેમની કામગીરી, ચિંતાઓ, અધિકારો વગેરે કોઈપણ સમાજના વિકાસ માટે આવશ્યક હોય છે.
માતા, પત્ની, પુત્રી, પુત્રવધુ જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા સમાજ અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતની શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે.
તા.૭ મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ રાજ્યની જનતાની સેવાના ઉમદા ઉદ્દેશ હેતુ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તથા નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને ગુજરાતના વિકાસ માટેની શાસનધુરા સંભાળી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના જનસેવાના પાંચ વર્ષના કાર્યકાળમાં અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, ભૂકંપ અને કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓ આવી. આ આપત્તિઓમાં નીડર લીડરોના નિર્ણાયક નેતૃત્ત્વ હેઠળ સંવેદનશીલતાપૂર્વક, પારદર્શક પ્રગતિશીલતાના દર્શન લોકોએ કર્યા છે.