Western Times News

Gujarati News

૧૦ વર્ષના બાળકની ઈમાનદારી: રૂ. ૫ લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત સોંપ્યા

બરેલી, ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ગરીબ પરિવારની ઈમાનદારી સામે આવી છે. ૧૦ વર્ષની માસૂમ હન્નાનને રસ્તામાં ૫ લાખ રૂપિયા ભરેલી બેગ મળી આવી હતી. આ બેગ મળ્યા બાદ હન્નાનને પૈસાના માલિકની ઘણી શોધખોળ કરી હતી.

પરંતુ તે બેગનો માલિક મળ્યો ન હતો. આ પછી તેણે આ બેગ ઘરે લાવી તેની માતાના હાથમાં સોંપી દીધી હતી. અહીં બાળક સાથે માતાએ પણ પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો. તેણે તરત જ પુત્રને બધા જ પૈસા તેના અસલી માલિકને આપવાની સલાહ આપી હતી.

માતાના કહેવાથી તે ફરીથી બેગ લઈને ત્યાં પહોંચ્યો જ્યાંથી તેને એ બેગ મળી આવી હતી. લાંબા સમય સુધી તડકામાં ઊભા રહીને આ બાળકે રાહ જાેઈ હતી. આ દરમિયાન બેગનો માલિક સ્થળ પર પહોંચી ગયો. ત્યારબાદ બાળકે આ બેગ કોન્ટ્રાક્ટરને સુપરત કરી હતી. કેન્ટ પોલીસ સ્ટેશનના થિરિયા નિજાવત ખાનના નિવાસી હન્નાનના પિતા ઓટો મિકેનિક છે, આ પરિવારની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નથી.

જાેકે, સાબરી પબ્લિક સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હન્નનની પ્રામાણિકતાના માત્ર નગર પંચાયતમાં જ નહીં પરંતુ આસપાસના ગામોમાં પણ વખાણ થઈ રહ્યા છે. હન્નાનને કહ્યું કે, તેની માતાએ એક વખત પૈસા ખોલીને જાેયા હતા પરંતુ બેગમાં ભરેલા નોટોના બંડલ જાેયા પછી, તેમણે કહ્યું હતું કે, જેના આ પૈસા પડી ગયા હશે તેની શું હાલત થતી હશે? આ વિચાર આવતાની સાથે જ તરત જ માતાએ દીકરાને બેગ આપવા પાછો મોકલ્યો.

કોન્ટ્રાક્ટર ફિરાસત હૈદર ખાને જણાવ્યું કે થિરિયા નિજાવત ખાન કારમાં આવ્યો હતો. પરંતુ રસ્તો ખૂબ જ સાંકળો હતો. જેથી તેણે ઓટો પકડી હતી. પૈસાનુ બેગ કપડાંની થેલીમાં રાખેલુ હતુ. રસ્તામાં કપડાની થેલીનું મોઢું ખુલી ગયું હતુ. જેથી નોટો ભરેલી થેલી પડી ગઈ હતી.

થોડે દૂર ગયા પછી આ બાબત ખબર પડી હતી, પરંતુ ત્યાં સુધી રસ્તામાં બેગ મળી ન હતી. ઘણી શોધ કરી. પરંતુ બેગ મળી આવી ન હતી. સ્ટુડન્ટ હન્નાનની ઈમાનદારીની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દરેક તેના વખાણ કરી રહ્યા છે. આ પછી હન્નનની સ્કૂલ મેનેજમેન્ટે તેની એક વર્ષની ફી પણ માફ કરી દીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.