૧૦ વર્ષના બાળકની લાશ ખેતરમાંથી નગ્ન અવસ્થામાં મળી
કાનપુર, નર્વલના એક ગામમાં રહેતો માણસ વ્યવસાયે મિસ્ત્રી છે. ૧૦ બાળકોમાં આઠમા નંબરનો બાળક પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે ટાયર લઇને રમવા નિકળ્યો હતો. ત્યારબાદ તેની કોઈ માહિતી સામે આવી નથી. પરિવારજનો મુજબ, પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં પણ સુચના આપી હતી. મંગળવારે બપોરે ગામનો એક શખ્સ ખેતરમાં પહોંચ્યો તો એક કિશોરની નગ્ન લાશ મળી.
સુચના મળતા પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સુત્રો મુજબ, બાળકની આંખમાં ખિલ્લી ઘુસાડીને ફોડવામાં આવી છે. ગળે પગરખાના નિશાન મળ્યાં છે. આશંકા છે કે પગથી ગળાને દબાવવામાં આવ્યું છે. આખા ચહેરાને સિગરેટથી બાળવામાં આવ્યો છે.
પોલીસ મુજબ, રાત્રે લાશનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ફોરેન્સિક ટીમને બાજુના ખેતરમાંથી કપડાં અને ટાયર મળ્યાં છે.ટીમને એક ખેતરમાં દારૂની બોટલ અને પ્લાસ્ટિકના બે ગ્લાસ મળ્યાં છે. લોહીથી ખરડાયેલો ડંડો મળ્યો છે. તેના માથે ગંભીર ઈજા આવી છે. એસપીએ આશંકા સેવી છે કે બાળક સાથે ખૂબ જ અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે અથવા તંત્ર-મંત્ર માટે આવુ કામ કરવામાં આવ્યું છે.HS