૧૦ વર્ષના સંઘર્ષ બાદ લોકો મને ઓળખવા લાગ્યા: મુસ્કાન
મુંબઈ, ૨૧ વર્ષની મુસ્કાન બામણે, કે જે હાલ ટેલિવિઝન શો ‘અનુપમા’માં ‘પાંખી’નું પાત્ર ભજવી રહી છે તેણે અમારા સહયોગી સાથે ખાસ વાતચીત કરી છે. આ દરમિયાન તેણે તેના રીલ અને રિયલ લાઈફ પરિવાર, સંઘર્ષ, રિજેક્શન વિશે વાત કરી હતી. સૌથી મોટું પરિવર્તન એ આવ્યું છે કે ૧૦ વર્ષના સંઘર્ષ બાદ લોકો આખરે મને ઓળખવા લાગ્યા છે. મારી કપરી મહેનતનું પરિણામ મળી રહ્યું છે તે જાેઈને સારું લાગે છે. રિયલ લાઈફમાં હું પાંખીના પાત્રથી એકદમ અલગ છું. શોમાં અનુપમા પાંખીને સમજી-વિચારીને જે કરવાનું કહે છે, તે મુસ્કાન રિયલ લાઈફમાં પોતાની રીતે સમજીને કરે છે.
હું દરેકને માન આપું છું. ક્યારેય પણ ઊંચા અવાજે વાત કરતી નથી અથવા વડીલોને વળતો જવાબ આપતી નથી. હું સંયુક્ત પરિવારમાંથી આવું છું. તેથી, લોકો સાથે કેવી રીતે વાત કરવી તે જાણું છું. મેં આ વિશે ક્યારેય વિચાર્યું નહોતું પરંતુ બાળપણથી મારો પરિવાર ખૂબ સપોર્ટિવ હતો. હું ડાન્સ શો કરી રહી હતી ત્યારે મારા દાદાના મિત્રએ તેમને કહ્યું હતું કે, મુસ્કાને એક્ટિંગ કરવી જાેઈએ કારણ કે તે ક્યૂટ લાગે છે. મારા દાદા મને મુંબઈ લાવ્યા હતા અને તેઓ અહીંયા મારા માટે મધ્યપ્રદેશથી શિફ્ટ થયા હતા. હું જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ મેળવું તે તેમનું સપનું હતું. હું નાનપણમાં એક સાદી છોકરી હતી અને અંતર્મુખી હતી. મને મારા મિત્રો કરતાં પરિવાર સાથે રહેવું વધારે ગમતું હતું. તેથી કંઈક ગુમાવ્યું હોવાનું લાગતું નથી. અનુભવ સારો રહ્યો.
રોજ સીન હોય છે અને મૂડ હંમેશા અલગ હોય છે. નાની-નાની બાબતો તમારા પાત્રને વધારે છે, આ એવુ કંઈક છે જે હું દરરોજ તેમની પાસેથી શીખું છું. જ્યારે તેઓ મારા પાત્રના વખાણ કરે છે ત્યારે મને સારું લાગે છે. પાંખી અને અનુપમા વચ્ચે જે કંઈ થાય છે તેવું, મારું અને રૂપાલી ગાંગુલીનું ઓફ-સ્ક્રીન બોન્ડિંગ નથી. હું તેમને ખૂબ પ્રેમ કરું છું અને તેઓ પણ મારું ધ્યાન રાખે છે.SSS