૧૦ વર્ષમાં આઠ વૃધ્ધો સાથે લગ્ન કરી લુંટ ચલાવી ફરાર

લખનૌ, ઉત્તરપ્રદેશ પોલીસે એક એવી લુટેરી દુલ્હન વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે જેણે ૧૦ વર્ષમાં આઠ વૃધ્ધો સાથે લગ્ન કર્યા છે લગ્ન બાદ તે ઘરમાંથી જવેલરી અને કેશ લઇને ફરાર થઇ જાય છે. ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે એક એવી લુટેરી દુલ્હન વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે જે વૃધ્ધ લોકોને નિશાન બનાવતી હતી તેની ઓળખ મોનિકા મલિકના રૂપમાં થઇ છે.
આ ફ્રોડ મહિલાએ એક ૬૬ વર્ષના કન્સ્ટ્રકશન કોન્ટ્રપાકટરને પોતાનો નિશાન બનાવ્યો હતો તે પોતાના આઠમાં ઘરવાળાનો ૧૫ લાખ રૂપિયાની કિંમતનો સામાન લઇને ભાગી ગઇ હતી આ વ્યક્તિનું નામ જુગલ કિશોર છે જે ગાઝિયાબાદનો રહેવાસી છે પાછલા વર્ષે તેની પત્નીનું નિધન થયું હતું અને તેનો પુત્ર પણ અલગ ઘરમાં રહેવા લાગ્યો હતો એકલકતાને કારણે બીજા લગ્નનું વિચાર્યુ હતું.ત્યારબાદ મેટ્રોમોનિયલ સાઇટ તરફથી જુગલ કિશોરનો પરિચય મોનિકા મલિક સાથે કરાવવામાં આવ્યો હતો જે ડિવોર્સી જણાવી હતી થોડા સપ્તાહ બાદ ઓગષ્ટ ૨૦૧૯માં બંન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતાં.
ત્યારબાદ બંન્ને સાથે રહેવા લાગ્યા પરંતુ બે મહિના બાદ આ લુટેરી દુલ્હન જવેલરી અને કેશ લઇને ભાગી ગઇ જેની કીંમત આશારે ૧૫ લાખ રૂપિયા થાય છે આ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે લુટેરી દુલ્હનના ૧૦ વર્ષમાં આ આઠમાં લગ્ન હતાં અને દરેક જગ્યાએ લુટીને ભાગી હઇ હતી. આ તમામ લગ્નો ખન્ના વિવાહ કેન્દ્ર જ નક્કી કરતું હતું. પોલીસે મોનિકા અને તેના પરિવાર અને મેટ્રોનિયલ એજન્સી વિરૂધ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.HS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf