૧૦ વાગ્યા પછી બંધના ર્નિણય ઉપર અમદાવાદીઓ ગિન્નાયા
અમદાવાદ: ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને જાેતા અમદાવાદમાં આઠ વિસ્તારોમાં રાત્રિ બજાર હોટલ રેસ્ટોરન્ટ વગેરેને ૧૦ વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાનું એપી સેન્ટર બની ગયેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ દર્શકો વગર મેચ રમાડવાનો ર્નિણય લેવાયો છે. ત્યારે અમદાવાદીઓનું કહેવુ છે કે, નિયમ અલગ અલગ ન હોવો જાેઈએ. અમદાવાદના તમામ વિસ્તારોમાં ૧૦ વાગ્યા બાદ બજારો બંધ કરવામાં આવે તેવી માંગ છે.
તો સાથે જ અમદાવાદીઓ ટી ટ્વેન્ટી મેચ પણ હવે દર્શકો વગર રમવાની છે તે ર્નિણયને આવકારી રહ્યા છે. પરંતુ સાથે જ કહે છે કે, સરકારે કોરોના સામે હજુ યોગ્ય પગલાં લેવા જાેઈએ, તો જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં નવા ૮૯૦ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ૪૭૦૦ને પાર થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર ગુજરાત દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે. છેલ્લા ૭ દિવસમાં દૈનિક કેસમાં ૬૦ ટકાનો વધારો થયો છે.
આંકડા મુજબ, દર કલાકે ૩૭ લોકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ગત ૧૯ માર્ચે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જેને હવે એક વર્ષ પૂરુ થવા આવ્યું છે. ત્યારે એક વર્ષમાં હતા ત્યાંના ત્યાં આવ્યા છે. લોકો માની રહ્યા છે, સરકારે ર્નિણય પહેલા લેવા જાેઈતા હતા. ખાસ કરીને મેચમાં ભીડ મામલે પહેલા જ ધ્યાન રાખવું જાેઈતુ હતું. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.
એકલા અમદાવાદમાં જ કોરોનાના કેસો ૨૦૦ને પાર થઈ ગયા છે. પ્રથમવાર શહેરમાં દિવાળી બાદ ૫૩૦ કેસો એક્ટિવ થયા છે. ૨૪ ડિસેમ્બર બાદ એક જ દિવસમાં પહેલીવાર ૨૦૫ કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં વધુ ૪ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. શહેરના સાઉથ બોપલ, નવરંગપુરા, ચાંદખેડા અને ગોતામાં કોરોનાનો કહેર વધ્યો છે. તો પોશ વિસ્તારના પાર્ક વ્યૂમાં ૧૨ ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે. ચાંદખેડામાં દેવ પ્રાઈમના ૩૨ ઘરો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.