૧૦ વિધવા મહિલાઓને સિલાઇ મશીન તથા રાશનકીટ અર્પણ કરાયા
ભુજ: માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી અમૃતબેન ગોવિંદભાઇ ભુડિયા નારાણપરનાં સહયોગથી ૧૦ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા ૨૧ વસ્તુઓ સાથેની રાશન કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે યોજાયો હતો. પ્રારંભે સંસ્થાના મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા નિતીનભાઇ ઠક્કરે પ્રસંગ પરિચય આપ્યો હતો.
માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં ૩૨૭ વિધવા બહેનોને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કર્યા છે. વધુ ૧૦ વિધવા મહિલાઓને નવા સિલાઇ મશીન તથા રાશનકીટ અર્પણ કરવામાં આવતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભુડિયા પરિવારનું સન્માન કરી અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ.
જેના શીરે પરિવારની જવાબદારી આવી પડી છે. એવી આ મહિલાઓ પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવી સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે તેવી શુભેચ્છા દાતાશ્રી ગોવિંદભાઇ ભુડિયાએ પાઠવી હતી. આ પ્રસંગે ગૌસેવક ઇશ્વરભાઇ ઠક્કરનું પણ સન્માન કરવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં આનંદ રાયસોની, દિપેશ શાહ, ગુલાબ મોતા, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્ર બાબરીયા, મુળજીભાઇ ઠક્કર, જેરામ સુતાર, દિપેશ ભાટિયા,ડો. પ્રતિક્ષાબેન પવાર, ઇલાબેન વૈશ્નવ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.