૧૦ સપ્તાહમાં ઓમિક્રોનના વિશ્વમાં ૯ કરોડથી વધુ કેસ
જિનેવા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમે મંગળવારે કહ્યુ કે, ૧૦ સપ્તાહ પહેલાં કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ સામે આવ્યા બાદથી અત્યાર સુધી સંક્રમણના ૯ કરોડથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. જે વર્ષ ૨૦૨૦માં સામે આવેલા કુલ કેસથી વધુ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીની શરૂઆત થઈ હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ધેબરેસસે ચેતવણી આપી કે ઓમિક્રોન, વાયરસના અન્ય સ્વરૂપો જેટલો ઘાતક નથી છતાં તેનાથી બચીને રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, વિશ્વભરના મોટાભાગના ક્ષેત્રોથી મોતની સંખ્યામાં વૃદ્ધિની ખુબ ડરામણી ખબરો આવી રહી છે.
પાછલા દિવસોમાં ડબલ્યુએચઓના ટેક્નિકલ હેડ મારિયા વૈન કેર્ખોવે ઓમિક્રોન ઝડપથી ફેલાવાનું કારણ જણાવતા કહ્યું હતું કે તેનું પ્રથમ અને ખાસ કારણ ઓમિક્રોનમાં થયેલા મ્યૂટેશન છે. તેનાથી મનુષ્યના શરીરમાં કોશિકાઓ સાથે જાેડવામાં મદદ કરી રહ્યાં છે. મારિયાએ બીજું કારણ જણાવતા કહ્યું કે, આ વાયરસ ઇમ્યુન સિસ્ટમને છકાવવામાં સફળ રહ્યો છે. તે કારણ છે કે જે લોકોને પહેલાં સંક્રમણ થઈ ચુક્યું છે, તેને પણ તે શિકાર બનાવી રહ્યો છે.
સાથે વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા લોકો પણ બચી રહ્યાં નથી. ત્રીજુ કારણ છે કે ઓમિક્રોન અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને પ્રભાવિત કરી રહ્યો છે અને તે રેપ્લિકેટ પણ કરી રહ્યો છે. એટલે કે તે વાયરસ ઉપરી શ્વસન તંત્રને પોતાની ગિરફ્ટમાં લઈને અહીં પોતાના બીજા વાયરસ (પોતાની કોપી) બનાવી રહ્યો છે.
આ પણ વાયરસ ફેલાવાનું મોટું કારણ છે. જ્યારે કોરોનાના અન્ય વાયરસ લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ કે ફેફસામાં જઈને રેપ્લિકેટ કરે છે. તમને યાદ હશે કે જ્યારે કોવિડ-૧૯ શરૂ થયો હતો, તે સમયે તે વાત પર ઘણું કહેવામાં આવ્યું હતું કે વાયરસ હ્યુમન સેલ્સથી જાેડવાના પ્રયાસમાં ઝડપથી સેલ્સને ડેમેજ કરી રહ્યો છે. પરંતુ ઓમિક્રોન એટલો વિકસિત વાયરસ છે કે તે સરળતાથી શરીરની કોશિકાઓ સાથે પેયરિંગ કરી રહ્યો છે.SSS