૧૦ હજાર વિદ્યાર્થીએ આર્ટસ કોલેજાેમાં પ્રવેશ મેળવ્યો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ UPSC GPSC અને ગ્રેજ્યુએશન પછી અનેક વિકલ્પોને કારણે હવે વિદ્યાર્થીઓ આર્ટસ તરફ વળી રહ્યા છે
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી સાથે જાેડાયેલી ૩૭ આર્ટસ કોલેજમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીમાં આજે પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, પહેલી વખત કોમર્સ અને સાયન્સ કરતાં વિદ્યાર્થીઓ આર્ટસ કોલેજમાં પ્રવેશ લેવામાં રુચી દાખવી હોય તેવી સ્થિતિ આંકડાકીય વિગતોના આધારે જાેવા મળી રહી છે. પહેલા રાઉન્ડમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીને કોલેજ ફાળવવામાં આવી છે.
યુનિવર્સિટી સાથે હાલમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની મળીને ૩૭ કોલેજમાં ૧૪,૩૦૬ બેઠકો ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાય દિવસથી આર્ટસ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે વિદ્યાર્થીઓ કોલેજની ફાળવણી કરવામાં આવી છે.
ફાળવણીમાં કરાયેલી કુલ ૧૦ હજાર ૬ વિદ્યાર્થીએ આપેલી ચોઈસને આધારે જે તે કોલેજમાં પ્રવેશ અપાયા હતા. ૧૦ હજાર વિદ્યાર્થીને પ્રવેશ આપવાના કારણે માત્ર ૪ હજાર જેટલી બેઠક ખાલી પડી હતી. જેમાં ૨૨૩૪ વિદ્યાર્થી એવા છે કે, જેઓએ પુરતી ચોઈસ આપી ન હોતી અથવા તો ડોક્યુમેન્ટ જમા ન કરાવવાના કારણે પ્રવેશ મળ્યો નથી, આગામી દિવસોમાં બીજા રાઉન્ડમાં આ વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવશે.
આર્ટસ કોલેજાેમાં વિદ્યાર્થીઓના વધી રહેલા પ્રવેશ અંગે સમિતિના ઓએસડી પ્રો.જયેશ સોલંકી રહે છે કે, સાયન્સ અને કોમર્સની સરખામણીમાં આર્ટસમાં પ્રવેશ લઈને જીપીએસસી-યુપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી સરળ પડે છે. આ ઉપરાંત આર્ટસમાં પ્રવેશ લીધા પછી બાકીના તમામ વિકલ્પો ખુલ્લા રહેતા હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ આર્ટસમાં પ્રવેશ લેવાનું પસંદ કરી રહ્યાં છે. હાલ પહેલાં રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી અને જે બેઠકો ખાલી પડી છે તે જાેતાં આ વાત સાબિત થાય છે.