Western Times News

Gujarati News

૧૧પ ઈ-મેમો ઈસ્યુ થવા છતાં રીક્ષા ફેરવતો રીક્ષાચાલક

 

મોટરવ્હીકલ એક્ટના ધજાગરા ઉડાડતા આ વાહનચાલક સામે આરટીઓ
તથા ટ્રાફિક પોલીસ ચૂપ છે

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ઈ-મેમો ઈસ્યુ કરી દંડ વસુલ કરવામાં આવતો હોય છે. અને અવારનવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકનું લાયસન્સ રદ કરવામાં આવે છે. અને બ્લેક લીસ્ટમાં પણ તે વાહનચાલકનું નામ મુકવામાં આવે છે. પરંતુ અમદાવાદના એક રીક્ષાચાલકે ટ્રાફિક નિયમોનો ભંગ માતર એક બે કે પાંચ વખત નહીં પણ પૂરા ૧૧પ ઈ-મેમો અત્યાર સુધીમાં મળવા છતાં નથી તે વાહનચાલકનું લાયસન્સ રદ કરવામાં આવ્યુ કે નથી તે રીક્ષાચાલકને બ્લેકલીસ્ટમાં મુકવામાં આવ્યો. પરંતુ આજે ગર્વની સાથે ઓટોરીક્ષા ચલાવીને રોજી-રોટી કમાતો હોય છે.

પાલડીથી વાડજ વચ્ચે આ રીક્ષાચાલક રીક્ષા ચલાવે છે. જેને મોટાભાગના ગુનાઓ લાલ સિગ્નલ ભંગ કરી રીક્ષા દોડાવી હોય, ૧૧પ ઈ-મેમો માંથી ૮૯ ઈ-મેમો તો જાન્યુઆરી ર૦૧૯થી જુલાઈ ર૦૧૯ વચ્ચે જ ઈસ્યુ થયા છે. ૧૧પ ઈ-મેમો ઈસ્યુ થયા બાદ આ રીક્ષાચાલકે માત્ર ૧૬ ઈ-મેમોનો જ દંડ રૂ.પ૮૦૦ નો દડ ભર્યો છે જ્યારે બાકીના ૯૯ ઈ-મેમોના રૂ.૩ર,પ૦૦ નો દંડ ભર્યો નથી.


તેમ છતાં નથી ટ્રાફિક પોલીસ કે નથી આરટીઓ કાયદેસરના પગલાં લઈ શકતી નથી. કારણ એવું પણ નથી કે આ વાહનચાલકનું નામ ટ્રાફિક પોલીસના રેકર્ડ પર નથી. આ એક રીક્ષાચાલકની વાત નથી પરંતુ ટ્રાફીક પોલીસના રેકર્ડ પ્રમાણે ર૩,૬૮૭ થી વધારે વાહનચાલકો કે જેમને ઈ-મેમો ઇસ્યુ થયા હોવા છતાં દંડ ભર્યો નથી. અને છતાંય નથી તેમનું લાયસન્સ નથી રદ થયું.

આ સંદર્ભમાં પોલીસ કમિશ્નર એ.કે.સિઘનું કહેવું છે કે ઈ-મેમો ચલણો ઈસ્યુ થયા અને ભર્યા બાદ દંડ ન ભરનાર વાહનચાલકોની યાદી તૈયાર કરી છે. અને આવા વાહનચાલકોને ઝડપવાનો રસતા .પર તેની પાસેથી દંડ વસુલવામાં આવશે.

ટ્રાફિક પોલીસ એે.સી.પી. આકાશ પટેલ જણાવે છે કે અત્યારે પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ટીમો કાર્યરત છે. આગામી દિવસોમાં વધુ ટીમો બનાવીને અવારનવાર ટ્રાફિક નિયમોના વારંવાર ભંગ કરનાર વાહનચાલકોને ઝડપી બાકી રહેલ દંડની રકમ વસુલ કરીશું.

આરટીઓ અધિકારી બચાવમાં જણાવે છે કે તેમના વિભાગે અવારનવાર કાયદાનો ભંગ કરનાર વાહનચાલકોનું બ્લેકલીસ્ટ તૈયાર કર્યુ છે. અને જરૂર જણાશે તો ધી મોટર વ્હીકલ એક્ટ અનુસાર વાહનો જપ્ત કરાશે.? તથા વાહનચાલકનું લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવશે.
પગલાં લેવામાં આવશે ત્યારે લેવાશે પરંતુ ૩૪૦૦૦ જેટલા વાહનચાલકો જેમને ૧૦ થી વધુ વખત ટ્રાફિક નિયમન ભંગ કર્યા છતાં દંડ ન ભરનાર છતાં પણ આરામથી વાહનો ચલાવી રહ્યા છે તે પણ એક વાસ્તવિક્તા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.