૧૧૦૦ કરોડ રુપિયાના ક્રિપ્ટો કૌભાંડમાં યુવાનની ધરપકડ
ભાવનગર: ચાઇનીઝ બેટિંગ એપ વડે ચાઇનીઝ કંપનીઓમાંથી અન્ય દેશોમાં ક્રિપ્ટો કરન્સીના નાણા હવાલા મારફતે ટ્રાન્સફર કરાતા હોવાના કેસમાં હૈદરાબાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાયેલી હતી. જેના આધારે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ભાવનગરના ૨૬ વર્ષીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
જેને કોર્ટમાં રજૂ કરીને ઇડીએ નવ દિવસના ૨૨મી ડિસેમ્બર સુધી રિમાન્ડ મેળવ્યા છે. ભાવનગરના ૨૬ વર્ષનો નૈસર કોઠારી ટેકનોક્રેટ છે અને તેની પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ અટકાયત કરવામાં આવી છે.
ઇડીના જણાવ્યા પ્રમાણે ઓનલાઇન બેટિંગ કૌભાંડ, હવાલાના વ્યવહારો મારફતે ૧૧૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, હૈદરાબાદના સેન્ટ્રલ ક્રાઇમ સ્ટેશનમાં ચાઇનીઝ બેટિંગ એપમાં નાણાં ગુમાવનારા એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી.
આ કેસના આધારે ઇડીએ બે ચીની કંપનીઓ લિંક્યુન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ડોકીપે પ્રાઇવેટ લિમિટેડ પીએમએલએ એક્ટ અંતર્ગત તપાસ હાથ ધરી હતી. જે બાદ તપાસમાં બહાર આવ્યું કે, આ બન્ને ચીની કંપનીઓ ભારતમાં પ્રતિબંધિત એપને પેમેન્ટ એગ્રિગેટર રિ-સેલર સર્વિસ પૂરી પાડે છે. આ સાથે આંતરરાષ્ટ્રીય હવાલા પાડવા સહિતની ગેરકાયેદસરની પ્રવૃત્તિઓમાં સામેલ છે.
આ કેસમાં ઇડીએ એક ચીની નાગરિક સહિત કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ હવાલા અને ગેરકાયદેસરના વહેવારોનું મૂલ્ય અંદાજિત રૂ. ૧૧૦૦ કરોડનું હતું. ઇડીની વધુ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, આ કૌભાંડ હેઠળ મળેલા પૈસામાંથી ભાવનગરના નૈસર કોઠારીએ ખાતામાં ૧૪ કરોડના યુએસડીટી નામની ક્રિપ્ટો કરન્સી ખરીદી હતી. જે બાદ તેને હોંગકોંગ અને ચીનના ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.
કોઠારી વર્ષ ૨૦૧૬થી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરતો હતો. ઈડીની તપાસમાં સામે આવ્યું કે, ભાવનગર સ્થિત કેટલાક ક્રિપ્ટોકરન્સી વેપારીઓને મોટા પ્રમાણમાં નાણાં બિનજરૂરી રીતે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા. જેમાં નૈસર કોઠારીની મુખ્ય ભૂમિકા હતી.
આ કંપનીઓએ વેલ-ઓનલાઇન વોલેટ્સની મદદથી ભાગનગરના દરિયાકાંઠે કરોડોનું ભંડોળ ખસેડયું હતું. શરૂઆતના તબક્કામાં ડમી ભારતીય ડિરેક્ટરનો ઉપયોગ કંપનીઓને સમાવિષ્ટ કરવા માટે કરવામાં આવતો હતો અને થોડા સમય પછી ચીની નાગરિકો ભારત ગયા હતા અને આ કંપનીઓમાં ડિરેક્ટરશિપ લીધી હતી.
એજન્સીએ દરોડામાં કેટલાક સ્થાનિક લોકો લેવામાં આવ્યા છે અને તેઓ “એચએસબીસી બેંકમાં બેંક ખાતા ખોલવા અને પેટીએમ, કેશફ્રી, રેઝરપે, વગેરે નામના ઓનલાઇન વોલેટ્સ સાથેના વેપાર ખાતા ખોલવા માટે ઉપયોગમાં લેતા હતા.