૧૧ જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના ૩૬ વિમાન
નવી દિલ્હી, કોરોના વાયરસ સંક્રમણના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ૭ મેથી શરુ થયેલા વંદે ભારત અભિયાન અંતર્ગત ૫.૦૩ લાખથી વધારે ભારતીયો વતન ફર્યા છે. હવે આ અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા અમેરિકામાં ફસાયેલા ભારતીયો માટે ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કર્યું છે.
ભારતની વિમાનન કંપની એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ૧૧થી ૧૯ જુલાઈ વચ્ચે ઉડાનોનું સંચાલન કરવામાં આવશે. આ મિશન અંતર્ગત એર ઈન્ડિયા અમેરિકાથી ભારત માટે ૩૬ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ ફ્લાઈટ્સનું સંચાલન ન્યૂયોર્ક, સૈન ફ્રાન્સિકો, શિકાગો એરપોર્ટથી થશે. વંદે ભારત અભિયાન અંતર્ગત ૧૩૭ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રમાણે શરૂમાં માત્ર બે લાખ ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું લક્ષ્ય હતું પરંતુ આટલી મોટી સંખ્યાને જોતા આ મોટી ઉપલબ્ધિ છે. અભિયાનના પહેલું ચરણ સાત મેથી ૧૫ મે સુધી ચાલ્યું હતું. મિશન અંતર્ગત વાપસીનું બીજું ચરણ ૧૭થી ૨૨ મે સુધી ચાલશે. જોકે, સરકારે આ ચરણને ૧૦ જૂન સુધી વધાર્યું હતું.