Western Times News

Gujarati News

૧૧ લાખની નકલી ચલણી નોટોમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી સાબરકાંઠાથી ઝડપાયો

એટીએસએ આરોપીને ક્રાઈમબ્રાંચને સોંપવા તજવીજ કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, આશરે ત્રણ વર્ષ અગાઉ ચમત્કારીક સુલેમાની પત્થર ખરીદવા માટે કેટલાંક આરોપીઓએ એકત્ર થઈ અગિયાર લાખ રૂપિયાની બનાવટી નોટો છાપી હતી આ ઘટનામાં ફરાર એક આરોપીને એટીએસએ ઝડપી લીધો છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વર્ષ ર૦૧૭માં હાથમાં રાખવાથી માનવ શીરર ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારનો ઘા વાગે નહી એવો ચમત્કારીક સુલેમાની પત્થર ખરીદવા માટે સાત જેટલા શખ્સો એકઠા થયા હતા.

જાેકે પત્થર ખરીદવા ઘણી વધુ રકમની જરૂર હોઈ તેમણે અલગ અલગ જગ્યાએ રૂપિયા ર૦૦૦ની કુલ રૂપિયા ૧૧ લાખની નોટો છાપીને ફરતે કરી હતી. આ અંગે તારીખ ૮,૯,૧૭ એ અમદાવાદ ક્રાઈમબ્રાંચે ગુનો નોંધીને આરોપીઓની તપાસ શરૂ કરી હતી.

જેમાંથી એક ફરાર આરોપી કમલેશભાઈ રમણસિંહ પરમાર (નુરાનીનગર, હિંમતનગર આરટીઓ, સાબરકાંઠા) ખાતે પોતાના ઘરે હોવાની બાતમી મળતા એટીએસના પીઆઈ સી.આર. જાદવે ટીમ સાથે કમલેશને ઝડપી લીધો હતો અને તેને શહેર ક્રાઈમબ્રાંચને સોંપી આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.