૧૧ વર્ષ અગાઉ પિતાની હત્યા કર્યા સજા પૂરી કરી ઘરે આવી ભત્રીજાની હત્યા કરી
અરવલ્લીના શોભાયડામાં કાકાએ કૌટુંબિક ભત્રીજાની હત્યા કરી
મોડાસા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના શોભાયડા ગામે ૧૧ વર્ષ અગાઉ પિતાની હત્યા કર્યા બાદ સજા પૂર્ણ કરી ઘરે આવેલા હત્યારાઓ તેના કૌટુંબીક ભત્રીજાની હત્યા કરી નાખી હતી.
સનકી હત્યારે તેના અન્ય કૌટુંબીક પરીવારમાં પણ ભારે ઉત્પાત મચાવ્યો હતો. હત્યારાઓ તેના ભાઈને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. શોભયાડા ગામના અને હાલ અમદાવાદ રહેતા રમેશભાઈ કોદરભાઈ કટારાનો મોટો પુત્ર હિમાંશુ ખેતી કામ માટે અને નવું મકાન બનતું હોવાથી છેલ્લા ૬ મહીનાથી શોભાયડા રહેતો હતો.
તેમની બાજુમાં ૧૧ વર્ષ અગાઉ પિતાની હત્યા કરી જેલની સજા ભોગવી આવેલ કૌટુંબીક ભાઈ મગન ખાતુભાઈ કટારા રહેતો હતો અને રમેશભાઈના ઘરે કામકાજ કરતો હતો મંગળવારે ઝનૂની હત્યારાઓ અગમ્ય કારણોસર તેના ભત્રીજા હિમાંશુને બોથડ પદાર્થ જીકી હત્યા કરી નાખી અને તેમના કૌટુંબીક ઘરમાં તોડફોડ કરતા ભારે ચકચાર મચી હતી.
હિમાંશુની હત્યા થઈ હોવાની જાણ તેના પિતા રમેશભાઈને થતા તાબડતોબ ઘરે પહોંચતા મગન કટારા તેમને પણ ધારિયું લઈ મારવા દોડતા જીવ બચાવી ઘરમાં સંતાઈ ગયા હતા