૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૬ કોરોના પોઝિટિવ બાળકો
અમદાવાદ, રાજ્યમાં કોરોના કેસનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. બાળકો પણ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. બીજી લહેર બાદ નિષ્ણાંતો માની રહ્યા હતા કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે. જેને રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતું. બાળકો માટે જરૂર પડે તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૩૦૦ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
૧૨૦૦ બેડમાં અત્યારે કોરોના પોઝિટિવ ૬ બાળકો દાખલ છે. ૩૭ દિવસથી લઈ ૧૨ વર્ષના બાળકો છે ૧ બાળકને ઓક્સિજન જરૂર છે. જાેકે ૬ બાળકોમાંથી ૪ બાળકોના વાલીઓ વેકસીન લીધી નથી.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડોકટર રાકેશ જાેષીએ જણાવ્યું હતું કે હાલમાં ૬ બાળકો દાખલ જેમાં ૧ બાળક ઓક્સિજન પર છે. ૬ માંથી ૪ બાળકના વાલીએ એકપણ ડોઝ રસીના લીધા નથી. રસી લેવા માટે અપીલ કરી છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૮૮ દર્દી દાખલ જેમાંથી ૭૦ કોરોના પોઝિટિવ છે. જ્યારે ૮ દર્દીના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. ૮૮ દર્દી માંથી ૯ વેન્ટિલેટર પર છે અને ૪ બાયપેપ પર છે.
૩૩ દર્દી સ્ટેબલ છે. ૨૯ દર્દી છે જેણે બંને ડોઝ લીધા છે. ૧૮ દર્દીએ એક ડોઝ લીધો છે. જ્યારે ૪૧ દર્દીએ એકપણ ડોઝ લીધો નથી. દાખલ દર્દીમાં ૫૦ ટકા દર્દીએ એકપણ ડોઝ લીધો નથી. ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનીની સુનામી આવી ગઈ છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૪૮૫ કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે ૧૦,૩૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે ૧૩ લોકો મોતને ભેટ્યાં હતા. રાજ્યમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર ૮૮.૫૧ ટકા નોંધાયો હતો. અમદાવાદ કોર્પોરેશનમાં ૯૮૩૭, સુરત કોર્પોરેશનમાં ૨૯૮૧, વડોદરા કોર્પોરેશનમાં ૨૮૨૩, રાજકોટ કોર્પોરેશનમાં ૧૩૩૩ કેસ નોંધાયા હતા.SSS