૧૨૬ નકલી કંપનીઓનો ૭૦૦ કરોડનો વેપાર અને ૧૦૦ કરોડની ટેક્સ ચોરી

આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી એક ખુબ મોટા કૌભાંડનો કિસ્સો બહાર આવ્યો છે. કેન્દ્રીય જીએસટીના વિભાગના અધિકારીઓએ એવા એક ચાલાક ભેજાબાજની ધરપકડ કરી હતી જેણે સરકારને રૂ. ૧૦૦ કરોડનો ચૂનો લગાવ્યો હતો.
આ કૌભાંડીએ નકલી કંપનીઓ ઉભી કરી બાદમાં ટેક્સની ચોરી કરીને આ કામ કર્યું હતું. સરકારી અધિકારીઓએ આરોપીની ઓળખ નિતિન વર્મા તરીકે કરી હતી અને તેને આગ્રાની આવાસ વિકાસ કોલોનીના સેક્ટર-૭માંથી ઝડપી લેવાયો હતો.
આ કૌભાંડીએ પહેલાં તો ૧૨૬ જેટલી નકલી કંપનીઓ બનાવીનેવ રૂ. ૭૦૦ કરોડનો વેપાર કર્યો હોવાનુ દર્શાવ્યું હતું, ્ને છેલ્લે આ વેપાર ઉપર રૂ. ૧૦૦ કરોડની ટેક્સ ચોરી કરીને સરકારી તિજાેરીને રૂ. ૧૦૦ કરોડના ખાડામાં તારી દીધી હતી. આ ભેજાબાજ ેટલો હોશિંયાર હતો કે તેણે સાવ અભણ અને ગરીબ લોકોના આધાર કાર્ડની મદદથી નકલી કંપનીઓની પક્ત પેપર ઉપર રચના કરી હતી.
કંપનીની સ્થાપના થઇ ગયા બાદ તે કંપનીની સત્તાવાર રીતે નોંધણી પણ કરાવતો હતો અને ત્યારબાદ તે ફક્ત કાગળ ઉપર વેપાર થયો હોવાનું દર્શાવતો હતો, અર્થાત નકલી ઇન્વોસિ તૈયાર કરીને તેના ઉપર ઇન્પુટ ટેક્સ ક્રેડિટ લેતો હતો. મજાની વાત તો એ છે કે નિતિન વર્મા છેલ્લા બે વર્ષથી તેનું આ કૌભાંડ ચલાવી રહ્યો હતો, અને સરકારી અધિકારીઓ તેને બે વર્ષથી શોધી રહ્યા હતા.
કેન્દ્રિય જીએસટી વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે નિતિન વર્મા આગ્રાની આવાસ વિકાસ કોલોનીમાં તેના ઘરે મોજૂદ છે. બાતમી મળતાની સાથે જ કેન્દ્રિય જીએસટીના અધિકારીઓની એક ટુકડી પોલીસને સાથે લઇ આવાસ વિકાસ કોલોની પહોંચી ગઇ અને આરોપી વર્માને ઝડપી લીધો હતો.
આરોપીની ધરપકડ કર્યા બાદ અધિકારીઓએ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી અને તેને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તે ઉપરાંત અધિકારીઓએ નિતિન વર્માના તમામ બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવી દીધા છે.
અધિકારીઓએ આરોપી પાસેથી શક્ય ેટલી વધુ રકમની રિકવરી કરવાનું કામ પણ શરૂ કરી દીધું હતું. કેન્દ્રિય જીએસટી વિભાગના અધિક્ષક આર.ડી સિંહે માહિતી આપી હતી કે નિતિન વર્માની સાથે અન્ય કેટલાંક લોકો પણ સંકલાયેલા હતા અને તે તમામની ધરપકડ કરવાની કા૪યવાહી પમ શરૂ કરી દેવાઇ છે.
આર.ડી સિંહના જણાવ્યા અનુસાર રૂ. ૧૦૦ કરોડની ટેક્સ ટોરી કરનાર નિતિન વર્મા અત્યંત વૈભવી ઠાઠમાઠથી રહેતો અને અમીરોને પણ શરમાવે એવા ઝલસા કરતો હતો. તેણે અનેક વાર વિદેશોની ટ્રિપ પણ લગાવી હતી અને રાજકારણી નેતાઓ અને મીડિયાના કર્મચારીઓ અને પત્રકારો સાથે પણ તેણે સંબંધો મજબૂત બનાવ્યા હતા.HS